1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતીય રેલવેઃ વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ની શરુઆત
ભારતીય રેલવેઃ વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ની શરુઆત

ભારતીય રેલવેઃ વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ની શરુઆત

0
Social Share

અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા નવી વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ (દૈનિક)ની ઉદઘાટન સેવા 03 નવેમ્બરથી થશે, જ્યારે આ ટ્રેનની નિયમિત સેવા 04 નવેમ્બથી શરૂ કરવામાં આવશે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરએ જણાવ્યું હતું કે, ટ્રેન નંબર 09015 વલસાડ – વડનગર સુપરફાસ્ટ સ્પેશિયલ વલસાડથી 09.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 16:45 કલાકે વડનગર પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં, ટ્રેન નંબર 09016 વડનગર-વલસાડ સુપરફાસ્ટ સ્પેશિયલ વડનગરથી 17.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00.55 કલાકે વલસાડ પહોંચશે. ઉપરોક્ત ટ્રેનો 3 નવેમ્બર, 2022ના રોજ ઉદ્ઘાટન સેવા તરીકે દોડશે.

ટ્રેન નંબર 19009 વલસાડ – વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વલસાડથી દરરોજ 05.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.45 કલાકે વડનગર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 19010 વડનગર – વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ વડનગરથી દરરોજ 16.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00.35 કલાકે વલસાડ પહોંચશે. ઉપરોક્ત ટ્રેનો 4 નવેમ્બર, 2022 થી નિયમિત સેવા તરીકે ચાલશે.

આ ટ્રેન બંને દિશામાં નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર કેપિટલ અને મહેસાણા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, ચેર કાર અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code