Homeગુજરાતીઆજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે - ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો...

આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે – ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો થઈ શકે છે જાહેર

  • ગુજરાત વિધાન સભાની ચૂંટણીના વાગી રહ્યા છે પડઘમ
  • આજે ચૂંટણી માટેની તારીખોનું થઈ શકે છે એલાન
  • બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસકોન્ફરન્સ

અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. અનેક પાર્ટી રાજ્યમાં અવાન નવાર મુલાકાત લઈ રહી છે ત્યારે હવે ચૂંટણીની તારિખોને લઈને દરેક પક્ષ ાતુરતાથી રાહ જોઈ રહ્યો છે તેવી સ્થિતિમાં આજે ચૂંટણીની તારીખ જાહેર થવાની સંભાવનાો સેવાઈ રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આજે જાહેરાત થઈ શકે છે. ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજવાનું નક્કી  કર્યું છે. આ કોન્ફરન્સમાં ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, અહેવાલો પ્રમાણે  ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં મતદાન થઈ શકશે.
ઉલ્લેખનીય છે કે  આ મહિનાની શરૂઆતમાં હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો સાથે ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરી ન હતી. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ 1998, 2007 અને 2012માં એક સાથે યોજાઈ હતી. ત82 સભ્યોની ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ સમાપ્ત થાય છે.ત્યારે હવે સૌ કોઈની નજર ચૂંટણીન ીતારીખો પર ટકેલી છે.
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular