1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં પાંચ સ્થળોએ 60 જેટલા ઈવીએમ ખોટકાતાં મતદાન દોઢ કલાક બંધ રાખવું પડ્યુ
અમદાવાદમાં પાંચ સ્થળોએ 60 જેટલા ઈવીએમ ખોટકાતાં મતદાન દોઢ કલાક બંધ રાખવું પડ્યુ

અમદાવાદમાં પાંચ સ્થળોએ 60 જેટલા ઈવીએમ ખોટકાતાં મતદાન દોઢ કલાક બંધ રાખવું પડ્યુ

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી એકંદરે શાંતિથી પૂર્ણ થઈ ગઈ છે. અને તમામ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થતાં હવે 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. મતદાન પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષો દ્વારા બેઠક વાઈઝ સમીક્ષા કરવામાં આવી રહી છે. જુદા જુદા એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગઈકાલે અમદાવાદમાં ચૂંટણી દરમિયાન કેટલાક બુથ પર ઈવીએમ ખોટકાતાં મતદાન આશરે દોઢ રોકવાની ફરજ પડી હતી.

અમદાવાદ શહેરની 16 બેઠકો પર ગત ચૂંટણી કરતાં ઓછું મતદાન નોંધાયું હતુ. આ વખતે ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ ઓછો હોવાનું આ આંકડા પરથી જ જાણી શકાય છે. મતદાનના દિવસે કલેક્ટર દ્વારા શરૂ કરવામાં આવેલા કંટ્રોલરૂમમાં ધીમું મતદાન, ઈવીએમ બંધ, નિયમ વિરુદ્ધ પાર્ટીના બેનરો અંગેની 500થી વધુ ફરિયાદો મળી હતી. ઉપરાંત કેટલાક વિસ્તારોમાં બોગસ વોટિંગની પણ ફરિયાદો ઊઠી હતી. શહેરના જમાલપુર, શાહપુર, સરસપુર, ખોખરા, ઓઢવમાં EVM ખોટકાતાં એકથી દોઢ કલાક વોટિંગ બંધ રહ્યું હતું. પાર્ટીના કાર્યકર્તાઓએ વોટિંગ વધારવા માટે છેલ્લી ઘડીએ દોડાદોડી કરી હતી. કેટલીક જગ્યાએ પાર્ટીઓના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં ચૂંટણી દરમિયાન ઇવીએમ ખોટકાવાની સવારથી જ ફરિયાદો શરૂ થઈ ગઈ હતી. 60 બેલેટ યુનિટ, 50 કન્ટ્રોલ યુનિટ અને 54 વીવીપેટ ખોટકાતા એકથી દોઢ કલાક મતદાન બંધ થયું હતું. દરિયાપૂર, બાપુનગર, એલિસબ્રિજ, દાણીલીમડા, ઓઢવ સહિતની વિધાનસભામાં સવારથી જ ઈવીએમ ખોટકાવાના લીધે લોકો મતદાન કરી શક્યા ન હતા. શહેરના બાપુનગરમાં કલાક મતદાનમથક બંધ રહ્યું હતું તો એલિસબ્રિજ વિસ્તારના આર્ટિફિશિયલ ડોમમાં ઇવીએમ ખોટકાવાના લીધે મતદારોને દોઢ કલાક મતદાનથી અળગા રહેવું પડ્યું હતું. આ સિવાય જમાલપુર-ખાડિયા, ખોખરા, શાહપુર, દરિયાપુર, સરસપુર, ઓઢવ અને દાણીલીમડા વિધાનસભામાં ઇવીએમ ખોટકાયાં હતાં.

જિલ્લા ચૂંટણી પંચ દ્વારા રિઝર્વ ઇવીએમ રખાયાં હોવા છતાં મતદાનને એકથી દોઢ કલાક સુધી અસર થઇ હતી. કોંગ્રેસના ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે, ઈવીએમની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. મોકપોલ બાદ ઇવીએમ ખોટકાઈ જાય અને દોઢ કલાક મતદાન બંધ રહેવાથી ચૂંટણી અધિકારીઓની વ્યવસ્થા પર પ્રશ્નાર્થ સર્જાય છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code