
કિચન ટિપ્સ – હવે બ્રેડની ગ્રીલ સેન્ડવિચને બદલે ટ્રાઇ કરો આ ફ્રાય સેન્ડવીચ ,ખાવામાં ટેસ્ટી બનાવમાં સરળ
સાહિન મુલતાનીઃ-
સામગ્રી
- 6 નંગ – બ્રેડ
- 4 નંગ – બટાકા (બાફીને છીણીમાં છીણીલો)
- સ્વાદ પ્રમાણે – મીઠું
- પા ચમચી – મરીનો પાવડર
- અઢધી ચમચી – ઓરેગાનો
- 2 ચમચી – ચીલી ફ્લેક્સ
- 3 ચમચી – જીણા કાપેલા કેપ્સિકમ મરચા
- 3 ચમચી – જીણા સમારેલા ગાજરના ટૂકડાઓ
- 3 ચમચી – મકાઈના બાફેલા દાણા
- બેસન – ખીરું બનાવા માટે
સૌ પ્રથમ બાફેલા બટાકાને છીણીમાં છીણીલો, હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બરાબર મિક્સ કરો હવે આ મિશ્રણમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરીનો પાવડર અને બ્રેડ ક્મ્સ એડ કરીદોહવે તેમાં કેપ્સિકમ મરચા, મકાઈના દાણા અવે ગાજરના ટૂકડાઓ એડ કરીને બરાબર મિક્સ કરીલો,
હવે એક બ્રેડ લો તેના પર આ સ્ટફિંગ લગાવો , સ્ટફિંગ બરાબર સ્પ્રેડ કરીદો,
હવે એક બાઉલનમાં બેસન લો તેમાં મીઠું અને સોડાખાર નાખઈને એક ઘટ્ટ ખીરું બ્રેડ પર ચોંટે તે રીતે તૈયાર કરીલો.
હવે સ્ટફિંગ કરેલા બ્રેડને આખા બેસનમાં બોળીને ભરતેલમાં તળી લો, તૈયાર છે ક્રિસ્પી અને સોફ્ટ બ્રેડ ફ્રાયડ સેન્ડવિચ