Homeગુજરાતીરાજસ્થાનઃ પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં ભૂકંપનો આંચકો, 4.3ની તીવ્રતા

રાજસ્થાનઃ પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં ભૂકંપનો આંચકો, 4.3ની તીવ્રતા

જયપુરઃ રાજસ્થાન સરહદ ઉપર ભૂકંપના આંચકા આવતા સરહદી વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 4.3ની નોંધાઈ હતી. ભૂકંપનો આંચકો સવારના સમયે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાકિસ્તાન સરહદી વિસ્તારમાં હોવાનું જાણવા મળે છે. ભૂકંપના આ આંચકામાં સદનસીબે કોઈ મોટી જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.

પાકિસ્તાન સરહદની નજીક અગાઉ પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી રાજસ્થાનના 6 જિલ્લામાં ધરાધ્રુજી હતી. જયપુર, ટોંક, જાલોર, શ્રીગંગાનગર, બુંદી અને બિકાનેરમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. 3 દિવસ પહેલા પાકિસ્તાનના અનેક હિસ્સામાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા ઈસ્લામાબાદ, રાવલપિંડી અને દેશના અન્ય વિસ્તારોમાં અનુભવાયા હતા. આ ઉપરાંત તાજેતરમાં ઉત્તરભારતમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભારત, પાકિસ્તાન અને નેપાળમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા વધી રહ્યાં છે. જેથી લોકોમાં ભય ફેલાયો છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img