IPL પહેલા મહેન્દ્ર સિંહ ધોનીને મોટો ઝટકો,બેન સ્ટોક્સ વચ્ચેથી જ ટૂર્નામેન્ટ છોડી દેશે
મુંબઈ:ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની સીઝન પહેલા મહેન્દ્ર સિંહ ધોનીને મોટો ઝટકો લાગ્યો છે. તેમની કપ્તાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો હતો.પરંતુ હવે આ ઓલરાઉન્ડરે ટીમને મોટો ઝટકો આપ્યો છે.
બેન સ્ટોક્સે સ્પષ્ટ કર્યું છે કે તે IPLની આગામી એટલે કે 2023ની સીઝન રમી શકશે નહીં.તે ટૂર્નામેન્ટ અધવચ્ચે જ છોડી દેશે.બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ છે.જ્યારે ઇંગ્લિશ ટીમે તેની ટેસ્ટ સિરીઝ જૂનથી શરૂ કરવાની છે.
ઈંગ્લેન્ડની ટીમ 1 જૂનથી આયર્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમવાની છે.આ પછી, ઇંગ્લિશ ટીમે 5 ટેસ્ટ મેચોની એશિઝ સિરીઝ પણ રમવાની છે. રિપોર્ટ અનુસાર, બેન સ્ટોક્સ ચોક્કસપણે આયર્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે.તેણે પોતે આ વાતની પુષ્ટિ કરી છે
જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 સીઝનનું શેડ્યૂલ પહેલાથી જ જાહેર કરવામાં આવ્યું છે.આ ટુર્નામેન્ટ 31 માર્ચથી શરૂ થશે.આ પછી 21 મે સુધી લીગ તબક્કાની મેચો રમાશે.આ પછી પ્લેઓફનો જંગ ખેલાશે.ત્યારબાદ છેલ્લે 28મી મેના રોજ ટાઈટલ મેચ રમાશે.
આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ રમી છે. આ મેચ 31 માર્ચે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી ગુજરાત ટાઇટન્સ ટીમ સામે થશે.જ્યારે ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈની ટીમે લીગ તબક્કામાં તેની છેલ્લી મેચ 20 મેના રોજ દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે.જો ચેન્નાઈની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થશે તો બેન સ્ટોક્સ વિના તેને ઘણી મુશ્કેલી પડશે.