1. Home
  2. ગુજરાતી
  3. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના ઝેરી સાપ વાળા નિવેદન પર પીએમ મોદીનો વળતો જવાબ , કહ્યું સાપ તો ભગવાન શિવના ગળાની શોભા છે
કોંગ્રેસ નેતા  મલ્લિકાર્જુન ખડગેના ઝેરી સાપ વાળા નિવેદન પર પીએમ મોદીનો વળતો જવાબ , કહ્યું સાપ તો ભગવાન શિવના ગળાની શોભા છે

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના ઝેરી સાપ વાળા નિવેદન પર પીએમ મોદીનો વળતો જવાબ , કહ્યું સાપ તો ભગવાન શિવના ગળાની શોભા છે

0
Social Share

દિલ્હી: – દેશના પ્રધાનમંત્રી મોદી હાલ કર્ણાટકમાં છે તેઓ આવનારી ચૂંટણીને લઈને અનેક જાહેર સભાઓ અને રોડ શોસ કરી રહ્યા એછ ત્યારે આજરોજ પીએમ મોદીએ આજે કર્ણાટકના ચૂંટણી રાજ્યના કોલારમાં એક જાહેર સભાને સંબોધિત કરી. અહીં પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું.

બે દિવસ અગાઉ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે એ પીએમ મોદી કે બીજેપીને  ‘ઝેરી સાપ’ વાળું વિવાદીત નિવેદન આપ્યું હતું ત્યારે હવે તેમના નિવેદન પર પીએમએ નામ લીધા વિના જોરદાર વળતો પ્રહાર કર્યો છે.

પીએમ મોદીે કોઈનું પણ નામ લીધા વિના જ કહ્યું કે , ‘સાપ ભગવાન શિવના ગળાનું આભૂષણ છે. મારા માટે દેશના લોકો ભગવાન શિવ સમાન છે. પીએમએ કહ્યું કે કર્ણાટકની આ ચૂંટણી માત્ર આગામી 5 વર્ષ માટે ધારાસભ્ય, મંત્રી કે મુખ્યમંત્રી બનાવવાની ચૂંટણી નથી. આ ચૂંટણી આવનારા 25 વર્ષમાં વિકસિત ભારતના રોડમેપના પાયાને મજબૂત કરવાની ચૂંટણી તરીકે અમે જોઈ રહ્યા છે.

આ સાથે જ પીએમ મોદીએ વધુમાં કહ્યું કે 2014 પહેલા કોંગ્રેસ સરકારના ભ્રષ્ટાચારના સમયગાળા દરમિયાન વિશ્વ એ ભારત પાસેથી તમામ આશાઓ છોડી દીધી હતી. પરંતુ આજે ભારતની પ્રતિષ્ઠા ઉંચી છે, અર્થવ્યવસ્થાની ગતિ ઝડપી છે અને વિશ્વ ભારતને એક તેજસ્વી સ્થાન ગણાવી રહ્યું છે.  જેડીએસ અને કોંગ્રેસ કર્ણાટકના વિકાસમાં સૌથી મોટી અડચણ છે. આજે અહીં જે પ્રકારની ભીડ એકઠી થઈ છે તે આ બંને પક્ષોની ઊંઘ હરામ કરશે, જેને કર્ણાટકના લોકો ક્લીન બોલ્ડ કરશે.આ સહીત તેમણે ભઆજપના વિકારકાર્યોની રેખા બતાવી હતી,

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code