 
                                    10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં વર્ષ 2027 સુધી ડિઝલથી ચાલતા વાહનો બેન કરવા પેટ્રોલિયમ મંત્રીલયની સલાહ
- 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં ડિઝલથી ચાલતા વાહનો બેન કરવા જોઈએ
- પેટ્રોલિયમ મંત્રીલયની સલાહ
દિલ્હીઃ- દેશની વધતી જતી સંખ્યા ક્યાકને ક્યાક સમસ્યાઓ તો નોતરી જ રહી છે,રસ્તાઓ પર વાહનો વધ્યા છએ તો સાથે જ મોટા મોટા શહોરામોં ટ્રાફિક વધ્યું છે તો ટ્રાફિક અને વાહનના કારણે હવામાં પ્રદુષણનું સ્તર વધતુ જતુ જોવા મળી રહ્યું છે ત્યારે તાજેતરમાં પેટ્રોલિયમ મંત્રાલય દ્રારા સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા.
જાણકારી પ્રમાણે વર્ષ 2027 સુધીમાં, દેશમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ડીઝલથી ફોર વ્હીલરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને ઇલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનોનો ઉપયોગ શરૂ કરવા પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી ભૂતપૂર્વ ઓઈલ સચિવ તરુણ કપૂરના નેતૃત્વ હેઠળની સમિતિએ ભલામણ કરી છે.
આ રિપોર્ટમાં 2035 સુધીમાં પેટ્રોલ અને ડીઝલ એન્જિનવાળા મોટરસાયકલ, સ્કૂટર અને થ્રી-વ્હીલરને તબક્કાવાર બંધ કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. જેમાં 10-15 વર્ષ સુધી સીએનજીના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. સમિતિએ આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાનો રિપોર્ટ રજૂ હતો.જો કે હજી કે સરકારે સ્વિકાર્યો નથી.
આ સહીત ડીઝલ બસ સમિતિએ એમ પણ જણાવ્યું હતુ કે, લગભગ 10 વર્ષમાં ડીઝલ બસોને શહેરી વિસ્તારોમાંથી હટાવવાની રહેશે. મધ્યમ ગાળામાં, વૈકલ્પિક રૂપે ઇથેનોલ-મિશ્રિત ઇંધણને પોલિસી સપોર્ટ આપવાની જરૂર છે.
ટુ અને થ્રી વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોને તબક્કાવાર અમલમાં મૂકવા માટે તૈયાર રહેવું પડશે. તેણે કાર અને ટેક્સી સહિતના ફોર-વ્હીલરને ઇલેક્ટ્રિક અને ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલમાં આંશિક સંક્રમણની ભલામણ કરી હતી.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

