1. Home
  2. ગુજરાતી
  3. બિહારમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનને ફરીથી બેઠુ કરવાના પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ
બિહારમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનને ફરીથી બેઠુ કરવાના પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ

બિહારમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનને ફરીથી બેઠુ કરવાના પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ

0
Social Share

નવી દિલ્હીઃ બિહારમાં નક્સલવાદી સંગઠનો ફરી એકવાર પોતાને મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન NIAએ બિહારના મગધ ક્ષેત્રમાં પ્રતિબંધિત સંગઠન ભાકપા (માઓવાદી)ને પુનર્જીવિત કરવાના પ્રયાસોના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપી આનંદી પાસવાન (46) વિરુદ્ધ બિહારના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પાંચથી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે.

અરવલ જિલ્લાના કિંજર વિસ્તાર હેઠળના નિરખપુર ગામના રહેવાસી પાસવાનના ઘર પર ગયા વર્ષે 12 ફેબ્રુઆરીએ દરોડા પાડવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર હથિયાર અને દારૂગોળો મળી આવ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું. આ કેસ 2021 માં નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં ચાર લોકોની ધરપકડ કરાઈ છે.

આ કેસ મગધ પ્રદેશમાં CPI (માઓવાદી) ના કેડર અને ઓવર-ધ-ગ્રાઉન્ડ વર્કર્સ (OGWs) દ્વારા સંયુક્ત રીતે સંચાલિત ટેરર ​​ફાઇનાન્સિંગ નેટવર્કથી સંબંધિત છે. NIAએ અગાઉ તરુણ કુમાર, પ્રદ્યુમન શર્મા અને અભિનવ ઉર્ફે ગૌરવની ધરપકડ કરી હતી. એજન્સીએ આ કેસમાં 20 જાન્યુઆરીએ બે આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “NIAની અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ભાકપા (માઓવાદી) મગધ ક્ષેત્રમાં પોતાની જાતને ફરીથી સ્થાપિત કરવા માટે શસ્ત્રો અને દારૂગોળાની ખરીદી માટે ભંડોળ એકત્ર કરી રહ્યું છે અને ગુનાહિત અને હિંસક વિચારધારાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.” NIAએ 30 ડિસેમ્બર, 2021 ના ​​રોજ સુઓ મોટુ કેસ નોંધ્યો હતો અને એજન્સી આ બાબતની તપાસ કરી રહી છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code