PM મોદીએ રાજકોટના હિરાસર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન – જાણો તેમના સંબોધનની વાતોના કેટલાક અંશો
રાજકોટઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ ગુરુવારે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. તેઓ એ અહી રાજકોટ શહેર નજીક આવેલા હિરાસર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે.
માહિતી અનુસાર ઉદ્ધાટનના આ ખાસ આ પ્રસંગે પીએમ મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા પછી, પીએમ મોદીએ પરિસરની આસપાસ ફર્યા અને અધિકારીઓ પાસેથી સુવિધાના તકનીકી પાસાઓ વિશે શીખ્યા.
પીએમ મોદીએ પોતાના સંબોઘનમાં રાજકોટ શહેર પર જે આપત્તિ આવી હતી અને તેનાથી જે નુકશાન થયું હતું તેનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું કે હું એવા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માંગુ છું જેમને કુદરતી આફતોને કારણે ઘણું નુકસાન થયું છે. ભૂપેન્દ્ર સરકાર શક્ય તેટલી વહેલી તકે તમામ પરિવારોનું જીવન સામાન્ય બનાવવા માટે કામ કરી રહી છે, અમારી સરકાર આ બાબતે શક્ય તમામ મદદની ખાતરી આપે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજકોટ શહેર પાસે શરુ થનારું આ એરપોર્ટ આ રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે અને તેનું નિર્માણ 1 હજાર 405 કરોડ રુપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે, આ એરપોર્ટ રાજકોટથી અંદાજે 30 કિલો મીટરના અતંરે હિરાસર ગામમાં નિર્માણ પામ્યું છે.





