Homeગુજરાતીસૂર્ય મિશન: હવામાનની ગતિશીલતા, સૂર્યનું તાપમાન, પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર અને...

સૂર્ય મિશન: હવામાનની ગતિશીલતા, સૂર્યનું તાપમાન, પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર અને ઓઝોન સ્તરનો અભ્યાસ કરશે

નવી દિલ્હીઃ મિશન ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈતિહાસ રચનાર ઈસરોની ટીમ હવે સૂર્ય મિશન આદિત્ય-L1 લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ માટે ઈસરોએ સત્તાવાર જાહેરાત કરીછે કે આ સૂર્ય મિશનને 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. ભારતીય સમય અનુસાર સવારે 11.50 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આ મિશન લોન્ચ કરવામાં આવશે. ઇસરો દ્વારા સૂર્યના અભ્યાસ માટે મોકલવામાં આવનાર આ પહેલું ભારતીય અવકાશ મિશન હશે. સામાન્ય નાગરિકો પણ લોન્ચિંગ જોવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે.ઈસરોએ વ્યુ ગેલેરીમાં બેસીને લોન્ચ જોવા માટે તેની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન લિંક પણ બહાર પાડી છે.

ઈસરોએ જણાવ્યું કે સૂર્ય આપણી પૃથ્વીથી લગભગ 150 મિલિયન કિમી દૂર છે. જો કે આદિત્ય L1 આ અંતરના માત્ર એક ટકાને જ કવર કરી રહ્યું છે, પરંતુ આટલું અંતર કાપ્યા પછી પણ તે આપણને સૂર્ય વિશે એવી ઘણી માહિતી આપશે, જે પૃથ્વી પરથી જાણવી શક્ય નથી. સૂર્ય પર રોકેટ મોકલવું ભૌતિક રીતે શક્ય નથી. કારણકે તેનું તાપમાન તેના કેન્દ્રમાં 15 મિલિયન ડિગ્રી અને સપાટી પર 5,500 ડિગ્રી સેલ્સિયસ હોય છે. વધારે પડતાં તાપમાનને લીધે, ત્યાં સતત ન્યુક્લિયર ફ્યુઝન થાય છે. આ પ્રકાશ અને ઊર્જાના રૂપમાં આપણી પૃથ્વી પર પહોંચે છે. સૂર્યની આ બાબતનું નિરીક્ષણ કરવાના મુખ્ય ધ્યેય સાથે ભારતનું પ્રથમ સૂર્ય મિશન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનને અવકાશ આધારિત અવલોકન શ્રેણીમાં રાખવામાં આવ્યું છે.

આ મિશનથી પ્રાપ્ત માહિતી અન્ય તારાઓ, આકાશગંગા અને ખગોળશાસ્ત્રના ઘણા રહસ્યો અને નિયમોને સમજવામાં મદદ કરશે. આ મિશન હવામાનની ગતિશીલતા, સૂર્યનું તાપમાન, પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર અને ઓઝોન સ્તરનો અભ્યાસ કરશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સૂર્યનો અભ્યાસ કરીને હવામાનની આગાહીની સચોટતામાં પણ વધારો થશે. આનાથી એવી સિસ્ટમ બનાવવામાં મદદ મળશે, જેના દ્વારા વાવાઝોડાની જાણકારી તરત જ મળી જશે અને એલર્ટ જારી કરી શકાશે. સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT), આદિત્ય L1 મિશન માટેનું મુખ્ય સાધન, પુણે સ્થિત ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img