
ઉડાણ ભર્યા બાદ બોઈંગ વિમાનનો દરવાજો તૂટીને હવામાં ઉડયો, કરાવાયું ઈમરજન્સી લેન્ડિંગ
નવી દિલ્હી: અલાસ્કા એરલાઈન્સના બોઈંગ 737-9 મેક્સ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડયું છે. જ્યારે આ ફ્લાઈટે ઉડાણ ભરી તો તેની કેટલીક મિનિટો બાદ જ તેનો એક દરવાજો હવામાં જ ઉડી ગયો. પ્રવાસીઓ દ્વારા લેવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સેન્ટર કેબિન નિકાસ દ્વાર વિમાનથી સંપૂર્ણપણે અલગ થઈ ગયો હતો.
Breaking: Alaska airline plane makes an emergency landing at portland, oregon.
After wind blows out in mid air.
Several items, including phonessucked out of the plane when it suddenly depressurised. Everyone is safe pic.twitter.com/RNhCD0pS5O
— John De Beloved (@Papacy1988) January 6, 2024
અલાસ્કા એરલાઈન્સે એક્સ પર એક પોસ્ટમાં કહ્યુ હતુ કે પોર્ટલેન્ડથી ઓન્ટારિયો, સીએ (કેલિફોર્નિયા) માટે એએસ-1282ના આજે સાંજે પ્રશ્તાનના તાત્કાલિક બાદ એક ઘટના બની. વિમાન 171 પ્રવાસીઓ અને 6 ક્રૂ મેમ્બર્સ સાથે પોર્ટલેન્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે પાછું ઉતરી ગયું. અમે તપાસ કરી રહ્યા છીએ કે શું થયું અને જેવી ખબર પડશે, અમે તમારી સાથે માહિતી શેયર કરીશું.
યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું છે કે તે અલાસ્કા એરલાઈન્સ ફ્લાઈટ 1282થી જોડાયેલી એક ઘટનાની તપાસ કરી રહ્યા છે.રિયલ ટાઈમ એરક્રાફ્ટ મૂવમેન્ટ મોનિટર ફ્લાઈટરડાર 24એ એક સોશયલ મીડિયા પોસ્ટમાં કહ્યુ છે કે વિમાન 16,325 ફૂટની મહત્તમ ઊંચાઈ પર પહોંચી ગયું, તેના પહેલા કે તેને સુરક્ષિત રીતે પોર્ટલેન્ડ પાછું મોકલી દેવામાં આવ્યું.
આજની ઘટનામાં સામેલ બોઈંગ 737 મેક્સને 1 ઓક્ટોબર, 2023ના રોજ અલાસ્કા એરલાઈન્સને સોંપવામાં આવ્યું હતું અને 11 નવેમ્બર, 2023ના રોજ વાણિજ્યિક સેવામાં પ્રવેશ કરાવાયો હતો. ફ્લાઈટરડાર 24 પ્રમાણે, ત્યારથી તેણે માત્ર 145 ઉડાણો ભરી છે.