1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ક્લિન એન્ડ ક્લીયર સ્કિન માટે અખરોટથી બનાવો હોમમેડ સ્ક્રબ
ક્લિન એન્ડ ક્લીયર સ્કિન માટે અખરોટથી બનાવો હોમમેડ સ્ક્રબ

ક્લિન એન્ડ ક્લીયર સ્કિન માટે અખરોટથી બનાવો હોમમેડ સ્ક્રબ

0
Social Share

ચહેરાને ગ્લોઈંગ અને હેલ્ધી રાખવા માટે માત્ર હેલ્ધી ખાનપાન જ જરૂરી નથી, પણ વધતી ઉંમર સાથે ત્વચાની સંભાળ જરૂરી બની જાય છે. સારી સ્કિન કેર રુટીન ફોલો કરી , તમે તમારા ફેસની ચમક બરકરાર રાખઈ શકતા નથી પણ વધતી ઉંમરની અસરોને પણ રોકી શકો છો. ચહેરાની સ્વચ્છતાનો સૌથી મૂળભૂત નિયમ એક્સ્ફોલિયેશન છે એટલે કે અઠવાડિયામાં એક કે બે વાર ચહેરો સ્ક્રબ કરવો. આ ચહેરા પર જમા થયેલી ધૂળ અને ગંદકીને ઊંડે સુધી સાફ કરે છે.

• અખરોટ અને મધ સાથે સ્ક્રબ તૈયાર કરો
અખરોટને આખી રાત દૂધમાં પલાળી રાખો અને તેને છોડી દો. સવારે તેને પીસી લો અને સ્મૂધ પેસ્ટ તૈયાર કરો. પેસ્ટમાં એક ચમચી મધ ઉમેરો અને બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરો જેથી તે એકબીજામાં એબજોર્બ થઈ જાય. હવે તેનાથી ચહેરા અને ગરદન પર મસાજ કરો. થોડી વાર પછી ચહેરો ધોઈ લો. જુઓ તમારો ચહેરો કેવી રીતે ચમકશે.

• અખરોટ અને પપૈયાનું સ્ક્રબ
સ્ક્રબ ત્વચાની કસાવટ અને ચમક જાળવવામાં ખૂબ અસરકારક છે. આ માટે પહેલા અખરોટને પાણીમાં પલાળી લો અને પછી તેને પપૈયાની સાથે મિક્સરમાં પીસી લો. હવે આ સ્ક્રબથી ચહેરા પર હળવા હાથે મસાજ કરવાની છે. તેના ફાયદા વધારવા માટે તમે તેમાં એક ચપટી હળદર પણ ઉમેરી શકો છો. આનાથી ફોલ્લીઓ, ડાઘ અને વ્હાઇટહેડ્સની સમસ્યા પણ દૂર થઈ જાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code