1. Home
  2. ગુજરાતી
  3. દક્ષિણ આફ્રિકા સામેની વન-ડેમાં કોહલીએ ફટકારી 53મી સદી, સચીનનો વધુ એક રેકોર્ડ તોડ્યો
દક્ષિણ આફ્રિકા સામેની વન-ડેમાં કોહલીએ ફટકારી 53મી સદી, સચીનનો વધુ એક રેકોર્ડ તોડ્યો

દક્ષિણ આફ્રિકા સામેની વન-ડેમાં કોહલીએ ફટકારી 53મી સદી, સચીનનો વધુ એક રેકોર્ડ તોડ્યો

0
Social Share

નવી દિલ્હીઃ ભારતીય વિસ્ફોટક બેસ્ટમેન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સીરિઝમાં સતત બીજી સદી ફટકારી છે. રાંધીમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં સદી ફટકાર્યા બાદ રાયપુરમાં બીજી વન-ડેમાં સદી ફટકારી છે. બીજી વન-ડેમાં પ્રથમ વિકેટ 40 રન ઉપર પડતા કોહલી બેટીંગ માટે મેદાનમાં ઉતર્યો હતો. કોહલીએ પોતાના અંદાજમાં ઈનીંગ્સને આગળ વધારીને સદી ફટકારી હતી. આમ એક જ પોઝિશનમાં સૌથી વધારે સદી ફટકારવાના સચીન તેડુંલકરના રેકોર્ડ તોડ્યો છે.

રાયપુરમાં રમાયેલી બીજી વન-ડેમાં ટીમ ઈન્ડિયા પ્રથમ બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરી હતી. પરંતુ રોહિત શર્મા મોટો સ્કોર કરી શક્યો ન હતો. 40 રન ઉપર પ્રથમ વિકેટ પડ્યા બાદ બીજી વિકેટ પણ ઝડપથી પડી હતી. આજે ક્રિઝ ઉપર આવતાની સાથે જ જે રીતે શરૂઆત કરી હતી તે ઉપરથી લાગતુ હતું કે કોહલી મોટો સ્કોર કરી શકશે. કોહલીએ ચોથા બોલ ઉપર જ જોરદાર પુલ શોટ મારીને છક્કો ફટકાર્યો હતો. જે બાદ તો સતત સ્ટોરને આગળ વધારતા રહ્યાં હતા.

કોહલીએ 47 રનમાં 50 રન કર્યાં હતા. જ્યારે 38મી ઓવરના છેલ્લા બોલે રન રન લઈને સદી પૂર્ણ કરી હતી. જે બાદ કોહલીએ આગવી સ્ટાઈલમાં 53મી સદીની ઉજવણી કરી હતી.  કોહલી 93 બોલમાં 102 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન કોહલીએ કેટલાક રેકોર્ડ બનાવ્યાં છે. કોહલીએ ક્રિકેટના ભગવાન મનાતા સચીનનો વધુ એક રેકોર્ડ તોડ્યો છે.

સચીને ઓપનર તરીકે વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે 45 સદી ફટકારી છે. જ્યારે કોહલીએ ત્રીજા ક્રમે બેટીંગ કરીને 46 સદી ફટકારીને સચીનને પાછળ છોડી દીધા છે. આ ઉપરાંત વન-ડે ક્રિકેટમાં 11મી વાર સતત બે કે તેથી વધુ મેચમાં સદી મારી છે. જે એક રેકોર્ડ છે. એટલું જ નહીં દક્ષિણ આફ્રિકા સામે કોહલીએ સદીની હેટ્રીક પુરી કરી છે. 2023ના વર્લ્ડકપમાં સદી ફટકાર્યા બાદ આ સીરીઝની સતત બે મેચમાં સદી કરી છે. આમ કોહલીએ આફ્રિકા સામે આ સાતમી સદી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code