1. Home
  2. revoinews
  3. VIDEO: ભારતીય નૌકાદળનું સ્વદેશી પ્રાચીન જહાજ પોરબંદરથી રવાનાઃ જાણો વિશેષતાઓ
VIDEO: ભારતીય નૌકાદળનું સ્વદેશી પ્રાચીન જહાજ પોરબંદરથી રવાનાઃ જાણો વિશેષતાઓ

VIDEO: ભારતીય નૌકાદળનું સ્વદેશી પ્રાચીન જહાજ પોરબંદરથી રવાનાઃ જાણો વિશેષતાઓ

0
Social Share

પોરબંદર, 29 ડિસેમ્બર, 2025ઃ Indian Navy’s indigenous ancient ship  ભારતીય નૌકાદળનું સ્વદેશી પદ્ધતિથી નિર્મિત પરંપરાગત ટાંકાવાળું સઢવાળું જહાજ, ઇન્ડિયન નેવલ સેઇલિંગ વેસલ કૌન્ડિન્યાની સૌપ્રથમ સફર શરૂ થઈ ગઈ છે. પ્રાચીન ભારતીય પરંપરા મુજબ તૈયાર કરવામાં આવેલું આ જહાજ આજે સોમવારે, 29 ડિસેમ્બર 2025 ના રોજ ગુજરાતના પોરબંદરથી ઓમાનના સલ્તનતના મસ્કત સુધીની તેની પ્રથમ વિદેશી સફર પર રવાના થયું. આ ઐતિહાસિક અભિયાન સમુદ્રી સફર દ્વારા તેના પ્રાચીન દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા અને સમજવાના ભારતના પ્રયાસોમાં મુખ્ય સીમાચિહ્નરૂપ છે.

પોરબંદરમાં આ નિમિત્તે યોજાયેલા ભવ્ય સમારંભમાં ભારતમાં ઓમાનના રાજદૂત ઇસા સાલેહ અલ શિબાની પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓ અને પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, વીએડમિર કૃષ્ણા સ્વામિનાથન દ્વારા આ જહાજને ઔપચારિક રીતે લીલી ઝંડી આપવામાં આવી હતી.

શું છે INSV કૌન્ડિન્ય?

INSV કૌન્ડિન્યાનું નિર્માણ પરંપરાગત ટાંકાવાળા જહાજ નિર્માણની તકનીકનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે, જેમાં ઘણી સદીઓ જૂની કુદરતી સામગ્રી અને પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઐતિહાસિક સ્ત્રોતો અને ઉપલબ્ધ પુરાવાથી પ્રેરિત થઈને તૈયાર કરવામાં આવેલું આ જહાજ સ્વદેશી જહાજ નિર્માણ, દરિયાઈ કુશળતા તથા દરિયાઈ નેવિગેશનના ભારતના સમૃદ્ધ વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. કૌન્ડિન્યની આ સફર પ્રાચીન દરિયાઈ માર્ગો ઉપર થશે જે એક સમયે ભારતના પશ્ચિમ કિનારાને ઓમાન સાથે જોડતા હતા, અને તેના દ્વારા વેપાર, સાંસ્કૃતિક આદાનપ્રદાન થતું હતું.

The Team who built The Indian Navy’s indigenously traditional stitched sailing vessel INSV Kaundinya
The Team who built The Indian Navy’s indigenously traditional stitched sailing vessel INSV Kaundinya

આ અભિયાન ભારત અને ઓમાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નોંધપાત્ર રીતે વધારશે તેવી અપેક્ષા છે. એ દ્વારા સહિયારા દરિયાઈ વારસાને મજબૂત બનાવશે એટલું જ નહીં પરંતુ સંસ્કૃતિ તથા લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે. મસ્કતમાં INSV કૌંડિન્યાનું આગમન સદીઓથી બે દરિયાઈ રાષ્ટ્રોને જોડતા મિત્રતા, પરસ્પર વિશ્વાસ અને આદરના સ્થાયી બંધનોનું શક્તિશાળી પ્રતીક બનશે. આ સફર ગુજરાત અને ઓમાન વચ્ચેના ઊંડા ઐતિહાસિક જોડાણોને પણ ઉજાગર કરે છે.

INSV કૌન્ડિન્યાનો પ્રાચીન ઇતિહાસ, જુઓ વીડિયો

INSV કૌન્ડિન્યાનું નિર્માણ અને તેનું અભિયાન ભારતીય નૌકાદળ મારફત દરિયાઈ રાજદ્વારી, વારસા સંરક્ષણ અને પ્રાદેશિક સહયોગ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. INSV કૌંડિન્યાની સફર ભારતીય સભ્યતાના દરિયાઈ દૃષ્ટિકોણ અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં એક જવાબદાર અને સાંસ્કૃતિક મૂળ ધરાવતા રાષ્ટ્ર તરીકેની તેની ભૂમિકાનો પુરાવો છે.

કેવી રીતે તૈયાર થયું INSV કૌન્ડિન્યા? જુઓ વીડિયો

સૌપ્રથમ સફરે નીકળેલા આ પ્રાચીન પદ્ધતિના પરંપરાગત જહાજનું જહાજનું નેતૃત્વ કમાન્ડર વિકાસ શિયોરન કરી રહ્યા છે, જ્યારે આ જહાજની નિર્માણ પ્રક્રિયામાં શરૂઆતથી જ તેની સાથે સંકળાયેલાકમાન્ડર વાય. હેમંત કુમાર આ અભિયાનના ઓફિસર-ઇન-ચાર્જ તરીકે સેવા આપશે. જહાજના અન્ય ક્રૂમાં ચાર અધિકારીઓ અને નૌકાદળના તેર (13) ખલાસીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ  PM મોદીએ મુખ્ય સચિવો સાથેની બેઠકમાં આત્મનિર્ભરતા-ગવર્નન્સ સુધારા પર મૂક્યો ભાર

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code