Homerevoinewsભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે પ્રદેશ સંકલન સમિતિની રચના

ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે પ્રદેશ સંકલન સમિતિની રચના

ગાંધીનગર, 13 માર્ચ, 2026 – local body elections રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી છે ત્યારે બે મુખ્ય પક્ષોમાં એ માટેની હિલચાલ ઝડપી બની છે. એ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીએ આજે પ્રદેશ ચૂંટણી સંકલન સમિતિની રચનાની જાહેરાત કરી છે. કોંગ્રેસે ગયા અઠવાડિયે સંકલન સમિતિની રચના કરી હતી.

ભાજપ દ્વારા જારી અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, પક્ષે રાજ્યના ભૂતપૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફીયાને આ ચૂંટણી સંકલન સમિતિના પ્રદેશ સંયોજક બનાવવામાં આવ્યા છે.

સમિતિના અન્ય સભ્યોમાં – જયસિંહ ચૌહાણ, બાબુભાઈ બોખરીયા, જશવંતસિંહ ભાભોર, પ્રદિપભાઈ પરમાર, ઉદયભાઈ કાનગડ, મનીષભાઈ પટેલ તથા શિલ્પેશભાઈ દેસાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જુઓ યાદી અહીં…

BJP forms regional coordination committee for local body elections
BJP forms regional coordination committee for local body elections
સંબંધિત લેખો

Most Popular