1. Home
  2. ગુજરાતી
  3. આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરી મોડ્યુલનો પર્દાફાશ, 21 અત્યાધુનિક વિદેશી હથિયારો સાથે 10 ઝડપાયા
આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરી મોડ્યુલનો પર્દાફાશ, 21 અત્યાધુનિક વિદેશી હથિયારો સાથે 10 ઝડપાયા

આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરી મોડ્યુલનો પર્દાફાશ, 21 અત્યાધુનિક વિદેશી હથિયારો સાથે 10 ઝડપાયા

0
Social Share

નવી દિલ્હી, 25 માર્ચ 2026: દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક મોટા આંતરરાષ્ટ્રીય આર્મ્સ ટ્રાફિકિંગ (હથિયાર તસ્કરી) મોડ્યુલનો પર્દાફાશ કરીને 10 તસ્કરોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી સબ-મશીન ગન સહિત 21 વિદેશી અને અત્યાધુનિક હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો છે.  પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ આખું નેટવર્ક જૂની દિલ્હીના (વૉલ સિટી) વિસ્તારમાંથી ઓપરેટ થઈ રહ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય તસ્કરી રેકેટના તાર પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ ઘાતક હથિયારો પાકિસ્તાનથી તસ્કરી કરીને વાયા નેપાળ બોર્ડર થઈને ભારતમાં ઘુસાડવામાં આવતા હતા.

ભારતમાં લાવવામાં આવ્યા બાદ, આ હથિયારો દિલ્હી-NCR અને દેશના અન્ય રાજ્યોમાં સક્રિય ગુનાહિત ગેંગ અને માફિયાઓને સપ્લાય કરવામાં આવતા હતા.  ક્રાઈમ બ્રાન્ચે કુલ 21 વિદેશી હથિયારો જપ્ત કર્યા છે, જેમાં સબ-મશીન ગન, પીએક્સ-5.7 પિસ્તોલ, પીએક્સ-3 પિસ્તોલ, શેડો સીઝેટ પિસ્તોલ, બેરેટા પિસ્તોલ, ટોરસ પિસ્તોલ, વોલ્થર પિસ્તોલનો સમાવેશ થાય છે. જંગી માત્રામાં મોતનો સામાન મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.

આ જપ્તીમાં સૌથી વધુ ચિંતાનો વિષય પીએક્સ-5.7 મળી આવવી તે છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ પિસ્તોલનો ઉપયોગ સામાન્ય રીતે માત્ર સ્પેશિયલ ફોર્સ દ્વારા જ કરવામાં આવે છે. ગુનેગારોના હાથમાં આવા અદ્યતન સૈન્ય હથિયારો પહોંચવા એ આંતરિક સુરક્ષા માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. હાલમાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આ 10 આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી આ સિન્ડિકેટ સાથે જોડાયેલા અન્ય સ્લીપર સેલ અને લોકલ ખરીદદારો સુધી પહોંચી શકાય.

આ પણ વાંચોઃ રાજસ્થાન રોયલ્સ 15286 કરોડ રૂપિયામાં વેચાઈ, આઈપીએલની સૌથી મોંઘી ટીમ બની

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code