પેલેસ્ટાઈનમાં 20 વર્ષ પછી યોજાશે સામાન્ય ચૂંટણી, રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે જાહેર કરી તારીખ
રામલ્લાહ, 10 જુલાઈ 2026: ગાઝામાં લાંબા સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં મોટા પાયે હુમલો કર્યો હતો. જેમાં એક હજારથી વધારે લોકોના મોત થયાં હતા. જે બાદ ઈઝરાયલ દ્વારા હમાસના ખાતમા માટે ગાઝામાં હુમલા કર્યાં હતા. હજુ પણ ગાઝામાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. દરમિયાન પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી છે. 29 નવેમ્બરના 2026ના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. જો કે, ઈઝરાયના હુમલા બાદ મોટી સંખ્યામાં ગાઝામાંથી લોકોએ પલાયન કર્યું હોવાથી આ સમાન્ચ યૂંટણી યોજાશે કે કેમ તેને લઈને પણ સવાલો ઉભા થયાં છે.
પેલેસ્ટાઈનના રાજકારણમાં એક ઐતિહાસિક અને મોટો વળાંક આવ્યો છે. રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે સત્તાવાર જાહેરાત કરી છે કે, ચાલુ વર્ષના નવેમ્બર મહિનાના અંતમાં દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે. વર્ષ 2006 પછી પેલેસ્ટાઈનમાં પ્રથમ વખત લોકશાહી ઢબે મતદાન થવા જઈ રહ્યું છે. સત્તાવાર સમાચાર એજન્સી ‘વફા’ ના અહેવાલ અનુસાર, રાષ્ટ્રપતિ અબ્બાસે શનિવાર, 29 નવેમ્બર 2026 ના રોજ જેરૂસલેમ, વેસ્ટ બેંક અને ગાઝા પટ્ટી સહિતના તમામ પેલેસ્ટાઈન વિસ્તારોમાં એકસાથે ચૂંટણી કરાવવા માટેનો સત્તાવાર વટહુકમ બહાર પાડ્યો છે અને નાગરિકોને આ પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી છે. જોકે, આ પ્રસ્તાવિત ચૂંટણીના માર્ગમાં હજુ પણ અનેક આંતરરાષ્ટ્રીય અને ભૌગોલિક અવરોધો ઉભા છે.
ઇઝરાયેલે પૂર્વ જેરૂસલેમમાં પેલેસ્ટાઈનીઓના મતદાન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર મંજૂરી કે પ્રતિક્રિયા આપી નથી, જેના કારણે અગાઉ 2021ની ચૂંટણીઓ રદ કરવી પડી હતી. આ ઉપરાંત ગાઝામાં ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષને કારણે આશરે 21 લાખ નાગરિકો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે અને ત્યાનું 90 ટકા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નાશ પામ્યું હોવાથી વસ્તી નોંધણી ખોરવાઈ ગઈ છે, જે મતદાન કરાવવા આડે મોટો પડકાર છે. રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ વર્ષ 2005 થી માત્ર ચાર વર્ષના કાર્યકાળ માટે ચૂંટાયા હોવા છતાં છેલ્લા બે દાયકાથી સત્તા પર છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની સત્તાના દુરુપયોગની આલોચના પણ થતી રહી છે.


