Homeગુજરાતીથાઈલેન્ડની એક શાળામાં ગોળીબાર, શિક્ષક અને વિદ્યાર્થી સહિત 4 લોકોના મોત

થાઈલેન્ડની એક શાળામાં ગોળીબાર, શિક્ષક અને વિદ્યાર્થી સહિત 4 લોકોના મોત

બેંગકોક, 07 ઓગસ્ટ 2026: Shooting at a school in Thailand થાઈલેન્ડની એક શાળામાં શુક્રવારે એક વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં શિક્ષક સહિત ચાર લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.

રોઇટર્સના જણાવ્યા અનુસાર, શિક્ષણ મંત્રી પ્રસર્ટ જંતરારુઆંગતોંગે કહ્યું કે થાઈલેન્ડની એક શાળામાં થયેલા ગોળીબારમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત ચાર લોકોના મોત થયા હતા.

મંત્રીએ એ સ્પષ્ટ કર્યું નથી કે મૃત્યુ પામેલા ચાર લોકોમાં તે બંદૂકધારીનો પણ સમાવેશ થાય છે કે નહીં, જેના વિશે પોલીસનું કહેવું છે કે તેણે આત્મહત્યા કરી હતી.

થાઈલેન્ડના અગ્રણી બચાવ જૂથ ‘પોહ ટેક તુંગ ફાઉન્ડેશન’ના પ્રાથમિક અહેવાલ મુજબ, આ ઘટનામાં બે લોકોનાં મોત થયાં છે અને અન્ય 15 લોકો ઘાયલ થયા છે; ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે. ફાઉન્ડેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અધિકારીઓ તાત્કાલિક અસરથી શાળાના પરિસરમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢી રહ્યા છે.

ગોળીબારની આ ઘટના બેંગકોકની ઉત્તરે આવેલા નોન્થાબુરી પ્રાંતના બાંગ ક્રુઆઈ જિલ્લામાં, એક વ્યસ્ત હાઈવે પર સ્થિત ‘ડેબ્સિરિન નોન્થાબુરી સ્કૂલ’ ખાતે બની હતી. તે લગભગ 3000 વિદ્યાર્થીઓ ધરાવતી એક જાણીતી માધ્યમિક શાળા છે.

વિદ્યાર્થી હુમલાખોરે આત્મહત્યા કરી

નોન્થાબુરી પ્રાંતીય પોલીસ કમાન્ડર લેફ્ટનન્ટ કર્નલ ડેચારાપી કોંગડીએ જણાવ્યું હતું કે શંકાસ્પદ હુમલાખોરે પણ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, પોલીસે હુમલાખોરની ઓળખ એક વિદ્યાર્થી તરીકે કરી છે.

વધુ વાંચો: હિમાચલ પ્રદેશમાંભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું, 145 રસ્તા બંધ અને 224 ટ્રાન્સફોર્મર ખોરવાયા

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular