Homeગુજરાતીદેશ-વિદેશપીએમ મોદીએ દેશવાસીઓને પાઠવ્યા રક્ષાબંધન અને વિશ્વ સંસ્કૃતિ દિવસના અભિનંદન, શેર કર્યા...

પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવ્યા રક્ષાબંધન અને વિશ્વ સંસ્કૃતિ દિવસના અભિનંદન, શેર કર્યા ખાસ શ્લોક

નવી દિલ્હી, 28 ઓગસ્ટ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રક્ષાબંધનના પવિત્ર તહેવાર અને ‘વિશ્વ સંસ્કૃતિ દિવસ’ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર બે અલગ-અલગ પોસ્ટ શેર કરીને વડાપ્રધાને આ પર્વના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડ્યો છે.
  • સ્નેહ અને વિશ્વાસની દોર કાયમ અટૂટ રહે: પીએમ મોદી
રક્ષાબંધનની શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન મોદીએ ‘એક્સ’ પર લખ્યું, ”रक्षाबंधन की बहुत-बहुत शुभकामनाएं। यह पावन पर्व आप सभी के जीवन में खुशहाली, समृद्धि और सफलता लेकर आए। स्नेह, अपनत्व और आपसी विश्वास की डोर सदैव अटूट बनी रहे, यही कामना है.” અર્થાત્ આ પવિત્ર તહેવાર સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા લઈને આવે તથા ભાઈ-બહેન કે પરસ્પરનો સ્નેહ અને વિશ્વાસ હંમેશાં અતૂટ રહે.
  • ભવિષ્યપુરાણના શ્લોક દ્વારા રક્ષાસૂત્રનું મહત્ત્વ જણાવ્યું
રક્ષાબંધન અવસરે વડાપ્રધાને ભવિષ્યપુરાણના ઉત્તર પર્વ (અધ્યાય 137, શ્લોક 7) નો એક વિશેષ સુभाषित શ્લોક પણ શેર કર્યો છે:
“एष प्रभावो रक्षायाः कथितस्ते युधिष्ठिर। जयदः सुखदश्चैव पुत्रारोग्यधनप्रदः॥”
આ શ્લોક દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને રક્ષાસૂત્ર (રાખી) ના પ્રભાવ વિશે જણાવતા કહે છે કે, હે યુધિષ્ઠિર! મેં તને રક્ષાસૂત્રનો પ્રભાવ જણાવ્યો છે. આ રક્ષાસૂત્ર વિજય અપાવનાર, સુખ આપનાર તેમજ ઉત્તમ સ્વાસ્થ્ય (આરોગ્ય), સંતાન અને ધન પ્રદાન કરનાર છે.
  • વિશ્વ સંસ્કૃતિ દિવસ પર સંસ્કૃતમાં પાઠવ્યા અભિનંદન
‘વિશ્વ સંસ્કૃતિ દિવસ’ (શ્રાઉણ પૂર્ણિમા) નિમિત્તે વડાપ્રધાન મોદીએ સંસ્કૃત ભાષામાં જ ટ્વીટ કરીને દેશ-વિદેશના નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે:
”विश्वसंस्कृतदिवसस्य शुभाशयाः। अद्य, श्रावणपूर्णिमादिने, वयं संस्कृतस्य चिरन्तन-समृद्धेः उत्सवम् आचरामः। एषा भाषा भारतस्य ज्ञानस्य, चिन्तनस्य, सर्जनशीलतायाः च निरन्तर-संवाहिका आसीत्। तस्याः सकारात्मकः प्रभावः बहुषु क्षेत्रेषु अद्यापि द्रष्टुं शक्यते। एतस्मिन् विशिष्टे दिने, भारते विश्वे च ये संस्कृतं पठन्ति, पाठयन्ति तथा च एतस्यां निहितं कालातीतं निधिं अग्रिमसन्तत्यै प्रापयितुं प्रयत्नशीलाः सन्ति तान् सर्वान् वयं प्रशंसामः।”
તેમણે ઉમેર્યું કે સંસ્કૃત ભાષા ભારતના જ્ઞાન, ચિંતન અને સર્જનશીલતાની સતત વાહક રહી છે. આજના આ વિશેષ દિવસે ભારત અને દુનિયાભરમાં જે લોકો સંસ્કૃત ભણે છે, ભણાવે છે અને આ કાલાતીત ધરોહરને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે, તે તમામના પ્રયાસોની પીએમ મોદીએ પ્રશંસા કરી છે.
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular