Homeગુજરાતીદેશ-વિદેશCVCના અહેવાલમાં ખુલાસોઃ સરકારી વિભાગો સામે ભ્રષ્ટાચારની 70584 ફરિયાદો, બેંક અને રેલવે...

CVCના અહેવાલમાં ખુલાસોઃ સરકારી વિભાગો સામે ભ્રષ્ટાચારની 70584 ફરિયાદો, બેંક અને રેલવે મોખરે

નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર 2026: કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ના વર્ષ 2025ના વાર્ષિક અહેવાલ મુજબ, એક વર્ષમાં દેશના વિવિધ સરકારી વિભાગો સામે ભ્રષ્ટાચારની કુલ 70,584 ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. આ ફરિયાદોની બાબતમાં બેંક અને રેલવે વિભાગ સૌથી ટોચના સ્થાને રહ્યા છે. મુખ્ય સતર્કતા અધિકારીઓ દ્વારા 31 ડિસેમ્બર 2025 સુધીમાં આમાંથી 64,905 ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.

અહેવાલ અનુસાર, વર્ષ 2025ના અંત સુધીમાં 5,679 ફરિયાદો પ્રક્રિયા હેઠળ હતી, જેમાંથી 2,002 મામલાઓ ત્રણ મહિનાથી વધુ સમયથી પેન્ડિંગ છે. નિયમોનુસાર CVOએ ત્રણ મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવાની હોય છે, અને આયોગ દ્વારા ઝડપી નિકાલ માટે નિયમિત સમીક્ષા કરવામાં આવે છે. આ ફરિયાદોમાં સૌથી વધુ 9,933 ફરિયાદો બેંકો પાસેથી મળી હતી, જેમાંથી 9,520 નો નિકાલ કરાયો છે, જ્યારે રેલવે સાથે જોડાયેલી 9,381 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 8,754 ફરિયાદો નિવારી દેવાઈ છે.

આ ઉપરાંત, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની 6,531 ફરિયાદો અને સ્થાનિક નિકાય (દિલ્હી જલ બોર્ડ, MCD, NDMC અને DSIIDC સહિતના એકમો) ની 4,834 ફરિયાદો નોંધાઈ છે. અન્ય વિભાગોની સ્થિતિ જોઈએ તો, માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં 2,030, શ્રમ મંત્રાલયમાં 1,894, વીમા કંપનીઓમાં 1,536, ટેલિકોમ ક્ષેત્રમાં 1,469, રક્ષા મંત્રાલયમાં 1,410, ઉપ્भोક્તા મામલામાં 1,123, સ્ટીલ મંત્રાલયમાં 1,023 અને ટપાલ વિભાગમાં 1,003 ફરિયાદો સામે આવી હોવાનું જાણવા મળે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular