HomeDharma-ધર્મગુજરાત મીડિયા ક્લબ અને ભારતકૂલ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન

ગુજરાત મીડિયા ક્લબ અને ભારતકૂલ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન

મહાનગરપાલિકા કમિશનર, પોલીસ કમિશનર અને કુલપતિ સહિતના મહાનુભાવો સપરિવાર ઉપસ્થિત રહ્યા
ગુજરાતી ફિલ્મ ‘અંબા’ના કલાકારો આકર્ષણનું કેન્દ્ર બન્યા

અમદાવાદ, 19 ઑક્ટોબર, 2026 – Grand Garba Festival ગુજરાત મીડિયા ક્લબ અને ભારતકૂલના સંયુક્ત ઉપક્રમે શનિવારે ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ ઓડિટોરિયમ ખાતે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આયોજિત આ મહોત્સવમાં ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને સામૂહિક એકતાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.

અમદાવાદના પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંચ્છાનિધિ પાની અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી જગદીશ જોશી સહિતના મહાનુભાવોએ માતાજીની આરતી ઉતારીને મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે ભારતના પૂર્વ કેન્દ્રીય માહિતી કમિશનર અને વરિષ્ઠ પત્રકાર શ્રી ઉદય માહુરકર, ગુજરાત પોલીસના આઈજી શ્રી સૌરભ, ગાંધીનગર રેન્જના આઈજી શ્રી વીરેન્દ્ર યાદવ સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો, નાગરિકો, મીડિયા જગતના પ્રતિનિધિઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Grand Garba Festival Organized by Gujarat Media Club and Bharatkool
Grand Garba Festival Organized by Gujarat Media Club and Bharatkool

ગુજરાતી ફિલ્મ ‘અંબા’ના કલાકારો બન્યા આકર્ષણનું કેન્દ્ર

મહોત્સવનું મુખ્ય આકર્ષણ ગુજરાતી ફિલ્મ ‘અંબા’ના કલાકારોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ફિલ્મના પ્રમોશન માટે આવેલા કલાકારોએ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ ઉમેર્યું હતું. ગુજરાતી સિનેમા અને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા વચ્ચેનો સુંદર સમન્વય આ પ્રસંગે જોવા મળ્યો હતો.

પરંપરાગત સંગીત, ગરબા, ભક્તિ અને ઉત્સાહથી સમગ્ર પરિસર ઉત્સવમય બની ગયું હતું. મીડિયા જગતના સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ, સાંસ્કૃતિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો અને તેમના પરિવારોની સહભાગિતાએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો.

સંસ્કૃતિ અને સામૂહિક એકતાની ઉજવણી

ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ શ્રી નિર્ણય કપૂરે જણાવ્યું હતું કે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનો મુખ્ય હેતુ મીડિયા જગતના સભ્યો અને તેમના પરિવારોને એક મંચ પર લાવી ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાની ઉજવણી કરવાનો છે.

ગુજરાત મીડિયા ક્લબ અને ભારતકૂલના સંયુક્ત પ્રયાસથી આયોજિત આ મહોત્સવે ગુજરાતની પરંપરા, ભક્તિ અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાની સાથે સમાજમાં એકતા અને સહભાગિતાનો સંદેશ આપ્યો હતો. આ ભવ્ય આયોજન સાથે ફરી એકવાર સાબિત થયું કે ગરબા માત્ર નૃત્ય નથી, પરંતુ ગુજરાતની ઓળખ, શ્રદ્ધા, પરંપરા અને સામૂહિક આનંદનું પ્રતીક છે.

આ પણ વાંચોઃ ‘શત્રુનો શત્રુ એ આપણો મિત્ર’ ઇઝરાયેલ અંગે સ્વાતંત્ર્યવીર સાવરકરની દીર્ઘદ્રષ્ટિ

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular