Homeગુજરાતીદેશ-વિદેશકોલકાતામાં દુર્ગા પૂજા મહોત્સવનો પ્રારંભ: રોશની અને ભવ્ય પંડાલોથી ઝગમગી ઉઠ્યું સિટી...

કોલકાતામાં દુર્ગા પૂજા મહોત્સવનો પ્રારંભ: રોશની અને ભવ્ય પંડાલોથી ઝગમગી ઉઠ્યું સિટી ઓફ જોય

કોલકાતા, 14 ઓક્ટોબર 2026: પશ્ચિમ બંગાળની સાંસ્કૃતિક રાજધાની કોલકાતામાં જગવિખ્યાત દુર્ગા પૂજા મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નવરાત્રીના ચોથા દિવસે (ચતુર્થી) આખા શહેરમાં અદ્ભુત હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.

માં દુર્ગાના આગમન સાથે જ આખું ‘સિટી ઓફ જોય’ રંગબેરંગી પંડાલો અને આકર્ષક રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. મહાપંચમી અને મહાશષ્ઠી પહેલા જ કોલકાતાના રસ્તાઓ અને પંડાલોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી છે. ચતુર્થીના અવસરે શહેરમાં અદભુત નજારો જોવા મળ્યો.

  • કલાત્મક પંડાલો

શહેરના વિવિધ વિસ્તારોમાં અતિ-વિશિષ્ટ થીમ પર આધારિત ભવ્ય અને કલાત્મક પંડાલોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે જોવા માટે દૂર-દૂરથી લોકો આવી રહ્યા છે.

સમગ્ર કોલકાતા શહેરને દિવ્ય અને આકર્ષક લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે, જે રાત્રીના સમયે શહેરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે. ઢાકનો અવાજ, માં ની આગમનની ખુશી અને ચારેય તરફ ગુંજતા મંત્રોચ્ચારથી વાતાવરણ સંપૂર્ણપણે આધ્યાત્મિક બની ગયું છે.

કોલકાતાનો આ દુર્ગા પૂજા ઉત્સવ માત્ર ધાર્મિક પર્વ નથી, પરંતુ તે કલા, સંસ્કૃતિ અને માનવ ઉત્સાહનો એક મહાસાગર છે, જ્યાં ધર્મ અને જાતિના ભેદભાવ વગર લાખો લોકો આ આનંદમાં સામેલ થાય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular