નવી દિલ્હી, 14 ઓક્ટોબર 2026: ભારતમાંથી કાથીના રેસા (coir fiber) અને કાથીની બનાવટોની નિકાસમાં 305 ટકાનો વધારો નોંધાયો છે. આ નિકાસનું મૂલ્ય 2014-15માં 1630 કરોડ હતું, જે વધીને ગત નાણાકીય વર્ષમાં 6614 કરોડથી વધુ થયું છે.
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 12 વર્ષોમાં કોયર (નાળિયેરના રેસા) ક્ષેત્રના 21,000થી વધુ એકમોએ ‘ઉદ્યમ રજિસ્ટ્રેશન પોર્ટલ’ પર નોંધણી કરાવી છે. આ એકમોએ અંદાજે 2,30,000 લોકોને રોજગારી પૂરી પાડી છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે વિવિધ કાર્યક્રમો હેઠળ આ ક્ષેત્રમાં 68000થી વધુ લોકોને તાલીમ આપવામાં આવી છે. તેમાંથી 80 ટકાથી વધુ મહિલાઓ છે.
આ ઉપરાંત,150થી વધુ નવાં મશીનો, ટેક્નોલોજી અને મૂલ્ય-વર્ધિત ઉત્પાદનો વિકસાવવામાં આવ્યાં છે. નિકાસ બજાર પ્રોત્સાહન યોજના હેઠળ 850થી વધુ ઉદ્યમીઓને 20 કરોડથી વધુની નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવી છે.
ભારત વિશ્વમાં કાથી (coir)નું સૌથી મોટું ઉત્પાદક અને નિકાસકાર છે. વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ બે-તૃતીયાંશ જેટલો છે. દેશમાં કાથી ઉદ્યોગનું ટર્નઓવર આશરે 16000 કરોડ છે અને તે કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)માં એક ટકાનું યોગદાન આપે છે.
વધુ વાંચો: ભારતના અર્થતંત્ર માટે મહત્વના સમાચાર, સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી વધીને 11.39% થઈ


