Homeગુજરાતીદેશ-વિદેશતહેવારો ટાણે જ મોંઘવારીનો ડામ: 6 દિવસમાં ખાંડના ભાવમાં 17 ટકા સુધીનો...

તહેવારો ટાણે જ મોંઘવારીનો ડામ: 6 દિવસમાં ખાંડના ભાવમાં 17 ટકા સુધીનો જોરદાર ભડકો

નવી દિલ્હી, 15 ઓક્ટોબર 2026: દિવાળી અને ધનતેરસના પવિત્ર તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જ મોંઘવારીનો સામનો કરી રહેલી આઝાદ જનતાને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ગણેશ ઉત્સવ બાદ હવે આગામી તહેવારોની મોસમ પૂર્વે જ જથ્થાબંધ (હોલસેલ) બજારોમાં માત્ર 6 દિવસના ટૂંકા ગાળામાં ખાંડના ભાવમાં 14 ટકા થી 17 ટકા સુધીનો તીવ્ર ઉછાળો નોંધાયો છે.

ખાંડના ભાવમાં આવેલા આ અચાનક ભડકાને કારણે દેશના અગ્રણી ખાંડ ઉત્પાદક રાજ્યોમાં ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. યુપીની ખાંડ મિલોમાં ક્વિન્ટલનો ભાવ રૂ. 4600 થી વધીને રૂ. 5200 સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં મિલોમાં ખાંડના જથ્થાબંધ ભાવ રૂ. 5100 પ્રતિ ક્વિન્ટલની ઉપર નીકળી ગયા છે.

  • ભાવવધારા પાછળના મુખ્ય કારણો

બજારના નિષ્ણાતો અને વેપારીઓના જણાવ્યા મુજબ, ખાંડના ભાવમાં આ પ્રકારે અસામાન્ય વધારો થવા પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર છે:

તહેવારોની મોસમ: ધનતેરસ, દિવાળી અને બેસતા વર્ષ દરમિયાન મિઠાઈઓ અને ખાદ્યપદાર્થોના ઉત્પાદન માટે ખાંડની માગમાં થયેલો વિપુલ વધારો.
પિલાણ સીઝનમાં વિલંબ: નવી પિલાણ સીઝન શરૂ થવામાં થઈ રહેલો વિલંબ.
ઈથેનોલ ડાયવર્ઝન: સરકારની નીતિ મુજબ ઈથેનોલ બ્લેન્ડિંગ માટે શેરડીના રસ અને સીરાનો મોટો જથ્થો ફાળવવામાં આવવો.

જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવ વધતાં આગામી દિવસોમાં છૂટક (રિટેલ) બજારમાં પણ ગ્રાહકોને મોંઘી ખાંડ ખરીદવાની ફરજ પડશે, જેનાથી તહેવારોની મોસમમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. થોડા મહિના પહેલા પહેલા પણ ખાંડના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયાં હતા. જો કે, ખાંડના ભાવમાં વધારાને પગલે હરકતમાં આવેલા કેન્દ્ર સરકાર દ્વારા અસરકારક પગલા લેવામાં આવ્યાં હતા. જેના પરિણામે ભાવ નિયંત્રણમાં આવ્યાં હતા. જો કે, ફરી એકવાર ભાવમાં વધારો થતા ગૃહિણીઓ ચિંતામાં ગરકાવ થઈ ગઈ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular