લખનૌ, 19 ઓક્ટોબર 2026: મહાનવમીના પાવન અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રદેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે તેમણે મા સિદ્ધિદાત્રીના આશીર્વાદ અને નારીશક્તિના મહત્વનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, “નારીશક્તિ પોતાના સામર્થ્ય, સંકલ્પ અને આત્મવિશ્વાસના બળે પ્રગતિ અને સમૃદ્ધિમાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે.” મુખ્યમંત્રીએ ‘यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः’ શ્લોક ટાંકીને નારી સન્માનના મહત્વ પર ભાર મૂક્યો હતો.
પૂર્વવર્તી સરકારો પર આકરા પ્રહાર કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2017 પહેલાં પ્રદેશના અશાંત માહોલે વિકાસ પર ગ્રહણ લગાવી દીધું હતું. અરાજકતા ચરમસીમા પર હતી અને ગુનેગારો તથા માફિયાઓ સમાંતર સરકાર ચલાવતા હતા. તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં પ્રદેશ તોફોનાની આગમાં સળગતો હતો અને તહેવારો આવતાની સાથે જ ઉપદ્રવો શરૂ થઈ જતા હતા. તે સમયે વાલીઓ પોતાની દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે તેમને અન્ય રાજ્યોમાં મોકલવા મજબૂર બનતા હતા.
-
2027 પછી બદલાયું ઉત્તર પ્રદેશનું ચિત્ર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પ્રદેશની ડબલ ઇંજન સરકારે અપરાધ અને અપરાધીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. ‘રૂલ ઓફ લો’ (કાયદાનું શાસન) ની સ્થાપના કરીને પ્રદેશને ઉત્સવ પ્રદેશ તરીકે સ્થાપિત કરવામાં આવ્યો છે. છેલ્લા સાડા નવ વર્ષોમાં નારી સુરક્ષા, સન્માન અને સ્વાવલંબનની દિશામાં થયેલા પ્રયાસોએ યુપીને ‘બીમારું રાજ્ય’ ની છબીમાંથી બહાર કાઢીને દેશની અર્થવ્યવસ્થાનું ગ્રોથ ઇંજીન બનાવ્યું છે.
છેલ્લા સાડા નવ વર્ષોમાં પ્રદેશની GSDP, માથાદીઠ આવક, બજેટ અને મહિલા શ્રમબળ સહભાગિતા ત્રણ ગણી વધી છે. ઉત્તર પ્રદેશ સતત રેવેન્યુ સરપ્લસ રાજ્ય બન્યું છે. પ્રદેશને રૂ. 50 લાખ કરોડથી વધુના રોકાણ પ્રસ્તાવ મળ્યા છે અને મોટા કારખાનાઓની સંખ્યા 14 હજારથી વધીને ૩૫ હજાર થઈ ગઈ છે. આ રોકાણો દ્વારા 65 લાખથી વધુ યુવાનોને રોજગારી મળી છે. મૃતપાય બનેલા MSME ક્ષેત્રને પુનર્જીવિત કરીને 3 કરોડથી વધુ રોજગારીના અવસરોનું સર્જન કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપની સંખ્યા 120 થી વધીને 24 હજારથી વધુ થઈ ગઈ છે. નિષ્પક્ષ અને પારદર્શક ભરતી પ્રક્રિયા દ્વારા યુવાનોને સાડા નૌ લાખ સરકારી નોકરીઓ આપવામાં આવી છે. દેશના કુલ એક્સપ્રેસવે નેટવર્કનો 60 ટકા હિસ્સો આજ ઉત્તર પ્રદેશમાં છે અને રાજ્યનો કૃષિ વિકાસ દર 8 ટકાથી વધીને 18 ટકા સુધી પહોંચ્યો છે.
મુખ્યમંત્રીએ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા કહ્યું કે, ‘સશક્ત નારી, સમૃદ્ધ ઉત્તર પ્રદેશ’ ના સંકલ્પ સાથે ડબલ ઇંજન સરકાર ‘વિકસિત ભારત-વિકસિત ઉત્તર પ્રદેશ’ ના લક્ષ્યને સાકાર કરવા માટે સતત આગળ વધી રહી છે.


