HomeAgency Newsઅજીત અગરકરના સ્થાને ક્રિકેટ ટીમના નવા ચીફ સિલેક્ટર પ્રજ્ઞાન ઓઝા, રમેશ પોવારનો...

અજીત અગરકરના સ્થાને ક્રિકેટ ટીમના નવા ચીફ સિલેક્ટર પ્રજ્ઞાન ઓઝા, રમેશ પોવારનો પણ સમાવેશ

મુંબઈ, 19 ઑક્ટોબર, 2026: Pragyan Ojha new Chief Selector of the cricket team ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની સિલેક્શન કમિટીમાં રમેશ પવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકર બાદ આ જગ્યા ખાલી પડી હતી. પ્રજ્ઞાન ઓઝા જેમણે પવાર કરતાં વધુ ટેસ્ટ મેચ ભારત માટે રમી છે તેઓ હવે સિલેક્શન કમિટીના અધ્યક્ષ બનશે. એટલે કે ઓઝા, અગરકરનું સ્થાન લેશે.

પવારે ભારત માટે બે ટેસ્ટ મેચ અને 31 વનડે મેચ રમી છે. તેમણે પોતાની કારકિર્દીમાં કુલ 312 મેચો રમી હતી, જેમાં ફર્સ્ટ ક્લાસ, લિસ્ટ એ અને ઈન્ટરનેશનલ મેચોનો સમાવેશ થાય છે. ઓઝાએ ભારતીય ટીમ માટે 24 ટેસ્ટ મેચ રમી હતી, જેના કારણે તેમને મુખ્ય પસંદગીકાર બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પસંદગીકારના પદ માટે અરજીઓ મંગાવી હતી.

રમેશ પવાર બન્યા નવા સિલેક્ટર
BCCI એ રમેશ પવારના સિલેક્શન કમિટીમાં સામેલ થવા અંગેની માહિતી આપી છે. બોર્ડે જણાવ્યું કે અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેની અધ્યક્ષતાવાળી ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC) એ સિલેક્ટરના પદની નિમણૂક માટે પસંદગી પ્રક્રિયા યોજી હતી. CAC એ અરજદારોના ઈન્ટરવ્યૂ લીધા બાદ બેઠક યોજી હતી અને સર્વાનુમતે રમેશ પવારની નિમણૂક કરવાની ભલામણ કરી હતી. બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે સિનિયર હોવાના નાતે પ્રજ્ઞાન ઓઝા ચીફ સિલેક્ટર પદે યથાવત રહેશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular