HomerevoinewsGST દરોમાં ઘટાડા છતાં ગુજરાતની આવકમાં સપ્ટેમ્બર-૨૦૨૬માં ૩૫%નો ધરખમ ઉછાળો

GST દરોમાં ઘટાડા છતાં ગુજરાતની આવકમાં સપ્ટેમ્બર-૨૦૨૬માં ૩૫%નો ધરખમ ઉછાળો

  • સપ્ટેમ્બર-૨૦૨૬માં જ ગુજરાતને GST હેઠળ રૂ. ૮,૧૬૭ કરોડની આવક થઈ: નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ છ માસમાં GST આવક રૂ. ૪૯,૮૫૮ કરોડે પહોંચી

ગાંધીનગર, 22 ઑક્ટોબર, 2026 – reduction in GST rates જીએસટી દરોમાં થયેલા ઘટાડા છતાં, ગુજરાત રાજ્યની GST આવકમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. રાજ્યમાં વ્યાપાર-ઉદ્યોગ માટે સાનુકૂળ વાતાવરણ અને કરદાતાઓમાં સ્વૈચ્છિક કર પાલનનો વ્યાપ વધવાને કારણે ગુજરાતે આ સિદ્ધિ હાસલ કરી છે.

કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગત માસ સપ્ટેમ્બર-૨૦૨૬માં ગુજરાતને GST હેઠળ રૂ. ૮,૧૬૭ કરોડની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળામાં એટલે કે, સપ્ટેમ્બર-૨૦૨૫માં રૂ. ૬,૦૫૦ કરોડ હતી. આમ, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે GST આવકમાં સીધો ૩૫%નો ધરખમ વધારો થયો છે. આ જ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય કક્ષાએ GST આવકનો ગ્રોથ ૧૪.૭% રહ્યો છે, જેની સામે ગુજરાતનો દર બે ગણાથી પણ વધુ એટલે કે ૩૫% રહ્યો છે.

વધુ વિગતો આપતા તેમણે ઉમેર્યું કે, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ છ માસમાં એટલે કે, એપ્રિલથી સપ્ટેમ્બર-૨૦૨૬ દરમિયાન રાજ્યને GST હેઠળ કુલ રૂ. ૪૯,૮૫૮ કરોડની આવક પ્રાપ્ત થઈ છે. ગત વર્ષના સમાન સમયગાળાની રૂ. ૩૮,૫૪૦ કરોડની આવક સામે આ વર્ષે ૨૯% નો મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે.

માત્ર GST હેઠળ જ નહીં, રાજ્ય કર વિભાગને સપ્ટેમ્બર-૨૦૨૬ દરમિયાન અન્ય વેરામાંથી પણ માતબર આવક પ્રાપ્ત થઈ છે. જેમાં, VAT હેઠળ રૂ. ૨,૯૩૦ કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ રૂ. ૧,૧૦૨ કરોડ તથા વ્યવસાય વેરા હેઠળ રૂ. ૨૪ કરોડ તથા GST મળીને સપ્ટેમ્બર માસમાં રાજ્ય સરકારના કર વિભાગને કુલ રૂ. ૧૨,૨૨૨ કરોડની માતબર આવક પ્રાપ્ત થઈ છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

રાજ્ય સરકારના સનિષ્ઠ પ્રયાસો, વ્યાપાર-ઉદ્યોગોનું મજબૂત વાતાવરણ અને કરદાતાઓ તરફથી મળેલા સહયોગના પરિણામે ગુજરાત આર્થિક સમૃદ્ધિ અને વિકાસના પંથે હરણફાળ ભરી રહ્યું છે.

આ પણ વાંચોઃ ભારતીય વાયુસેના દ્વારા માનવરહિત અને સ્વાયત્ત પ્રણાલીઓના રોડમેપ પર ઉદ્યોગ આઉટરીચ કાર્યક્રમ

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular