Homeગુજરાતીખોરાકમાત્ર 10 મિનિટમાં બનાવો દિવાળી સ્પેશિયલ પાન મુખવાસ! સ્વાદ એવો કે મહેમાનો...

માત્ર 10 મિનિટમાં બનાવો દિવાળી સ્પેશિયલ પાન મુખવાસ! સ્વાદ એવો કે મહેમાનો ખુશ થઈ જશે

રેસીપી, 24 ઓક્ટોબર 2026: દિવાળીના તહેવારોમાં ભારે અને સ્વાદિષ્ટ ભોજન લીધા પછી મોંનો સ્વાદ તાજો કરવા અને પાચન સુધારવા માટે પાન મુખવાસથી બેસ્ટ બીજું કંઈ હોઈ ન શકે. તાજા નાગરવેલના પાન, ગુલકંદ, મિશ્ર વરિયાળી, ધાણા દાળ અને કોકોનટ ફ્લેક્સથી બનતો આ મુખવાસ સ્વાદમાં એકદમ રાજશાહી અને રિફ્રેશિંગ હોય છે.

આ દિવાળીએ ઘરે આવતા મહેમાનોનું સ્વાગત કરવા માટે આ રોયલ અને હોમમેડ પાન મુખવાસ એક પરફેક્ટ ઓપ્શન છે.

દિવાળી સ્પેશિયલ પાન મુખવાસ રેસીપી

સામગ્રી

20–25 મોટા પાન પાન

2-3 ચમચી ધાણા દાળ

2-3 ચમચી વરિયાળી

2-3 ચમચી છીણેલું સૂકું નારિયેળ

2 ચમચી રંગબેરંગી કોટેડ વરિયાળી

2 ચમચી તુટ્ટી ફ્રુટ્ટી

1-2 ચમચી તરબૂચના બીજ

1 ચમચી ગુલાબ ગુલકંદ (અથવા સ્વાદ મુજબ)

દિવાળી સ્પેશિયલ પાન મુખવાસ બનાવવાની રીત

સૌપ્રથમ 20 નાગરવેલના પાનને બરાબર ધોઈ, કપડાથી કોરા કરી લો. પાનની દાંડી કાપીને તેને એકદમ ઝીણા સમારી લો અથવા મિક્સરમાં પલ્સ મોડ પર અધકચરા વાટી લો.

સમારેલા પાનને એક પેનમાં ધીમી આંચ પર 2-3 મિનિટ માટે મોઇશ્ચર ઉડી જાય ત્યાં સુધી શેકી લો, જેથી મુખવાસ લાંબા સમય સુધી સારો રહે.

એક કડાઈમાં ધાણા દાળ, વરિયાળી અને છીણેલું સૂકું નારિયેળ અલગ-અલગ ધીમી આંચ પર 2 મિનિટ માટે સહેજ શેકી લો જેથી તેનો ભેજ દૂર થાય અને મુખવાસ ક્રન્ચી બને.

એક મોટા વાસણમાં શેકેલા પાન, ધાણા દાળ, વરિયાળી, સૂકું નારિયેળ, તરબૂચના બીજ, રંગબેરંગી કોટેડ વરિયાળી અને તુટ્ટી ફ્રુટ્ટી ઉમેરી બરાબર મિક્સ કરો.

હવે મિશ્રણમાં 2 ચમચી ગુલકંદ ઉમેરો અને હાથ વડે બરાબર મિક્સ કરી લો જેથી ગુલકંદ બધા ડ્રાય ઈંગ્રેડિયન્ટ્સ સાથે સરસ રીતે કોટ થઈ જાય.

તૈયાર થયેલા પાન મુખવાસને એર ટાઈટ કાચની બરણીમાં ભરીને સ્ટોર કરો. દિવાળી પર મહેમાનોને જમ્યા પછી પીરસો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular