Homeગુજરાતીદેશ-વિદેશUP ચૂંટણીઃ કોંગ્રેસ અને SP વચ્ચે બેઠકોને લઈને ખેંચતાણ, કોંગ્રેસની 181 બેઠકોની...

UP ચૂંટણીઃ કોંગ્રેસ અને SP વચ્ચે બેઠકોને લઈને ખેંચતાણ, કોંગ્રેસની 181 બેઠકોની માંગણી

લખનૌ, 16 નવેમ્બર 2026: ઉત્તર પ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને સમાજવાદી પાર્ટી (સપા) અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી ગઠબંધનની વાતો વચ્ચે કોંગ્રેસ દ્વારા સપાને સોંપવામાં આવેલી 181 બેઠકોની સંભવિત યાદી લીક થઈ ગઈ છે. આ યાદીમાં કોંગ્રેસે પોતાની પરંપરાગત ગઢ ગણાતી રાયબરેલી અને અમેઠીની લગભગ તમામ બેઠકો પર દાવો ઠોક્યો છે, જેમાં રાયબરેલી સદર, બછરાવાં, હરચંદપુર, સલોન, સરેની, ઊંચાહાર, તિલોઈ, જગદીશપુર, ગૌરીગંજ અને અમેઠીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજધાની લખનૌની મોહનલાલગંજ, મલિહાબાદ, બખ્શી કા તાલાબ, સરોજિની નગર અને લખનૌ પૂર્વ બેઠકોને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે.

કોંગ્રેસની આ યાદીમાં સહારનપુર જિલ્લાની બેહટ, નકુડ, સહારનપુર નગર, સહારનપુર દેહાત, રામપુર મનિહારાન અને ગંગોહ બેઠકો સામેલ છે. આ ઉપરાંત શામલી, થાનાભવન, બુઢાના, પુરકાજી, મીરાપુર, ચરથાવલ, બિજનૌર, નગીના/બઢાપુર, ધામપુર, નહટૌર, મુરાદાબાદ નગર, મુરાદાબાદ ગ્રામીણ, કુંદરકી, ચંદૌસી, સ્વાર, બિલાસપુર, મિલક તથા અમરોહાની ધનૌરા, નૌગાવાં સાદાત અને હસનપુર બેઠકો પર પણ પાર્ટીએ નજર દોડાવી છે.

મેરઠ અને આસપાસના વિસ્તારોમાંથી સિવાલખાસ, હસ્તિનાપુર, મેરઠ દક્ષિણ, બાગપત, છપરૌલી, લોની, મોદીનગર, ધૌલાના, હાપુડ, ગઢમુક્તેશ્વર, દાદરી, જેવર, સિકંદરાબાદ, બુલંદશહેર, સ્યાના, અનૂપશહેર, શિકારપુર અને ખુર્જાનો સમાવેશ કરાયો છે. જ્યારે બ્રજ ક્ષેત્રમાં અલીગઢની કોલ, ઈગલાસ, ખૈર; મથુરાની માંટ, મથુરા, બલદેવ; અને આગ્રાની આગ્રા ગ્રામીણ, ફતેહપુર સીકરી, ખૈરાગઢ, બાહ, ટૂંડલા તથા ફિરોઝાબાદ બેઠકો પસંદ કરવામાં આવી છે.

  • રુહેલખંડ, મધ્ય યુપી, કાનપુર અને બુંદેલખંડનો દાવો

રુહેલખંડ અને મધ્ય યુપીમાં બદાયૂં, દાતાગંજ, બરેલીની મીરગંજ, નવાબગંજ, ફરીદપુર, બરેલી કેન્ટ, આંવલા, પીલીભીત, પૂરનપુર, તિલહર અને શાહજહાંપુરની બેઠકો પસંદ કરાઈ છે. લખીમપુર ખીરીની પલિયા, ગોલા ગોકર્ણનાથ, મોહમ્મદી; સીતાપુરની સીતાપુર, લહરપુર, બિસવાં, સેવતા, મહમૂદાબાદ, સિધૌલી; હરદોઈની શાહાબાદ અને બિલગ્રામ; ઉન્નાવની બાંગરમઊ; બારાબંકીની કુર્સી, જૈદપુર, હૈદરગઢ, દરિયાબાદ અને અયોધ્યાની બીકાપુર બેઠક પર પણ કોંગ્રેસે દાવેદારી નોંધાવી છે. કાનપુર અને બુંદેલખંડ ક્ષેત્રમાં કાનપુર નગર અને દેહાતની અકબરપુર રનિયા, બિલ્હૌર, બિઠૂર, ગોવિંદનગર, કિદવઈ નગર, કાનપુર કેન્ટ અને ઘાટમપુર બેઠકો યાદીમાં છે. આ સાથે જ ફર્રુખાબાદ, ઔરૈયા, કાલપી, ઉરઈ, ઝાંસી નગર, મઊરાનીપુર, મહરૌની, હમીરપુર, રાઠ, નરૈની, માનિકપુર, જહાનાબાદ, બિંદકી, અયાહ શાહ અને હુસૈનગંજ બેઠકો પર પણ પાર્ટી ચૂંટણી લડવા ઈચ્છુક છે.

  • પૂર્વાંચલ અને પ્રયાગરાજ મંડળની બેઠકો

પ્રયાગરાજ અને પૂર્વાંચલ વિસ્તારમાં પ્રતાપગઢની રામપુર ખાસ, વિશ્વનાથગંજ, પ્રતાપગઢ સદર તેમજ પ્રયાગરાજ અને કૌશામ્બીની ચાયલ, ફૂલપુર, કરછના, અલ્હાબાદ ઉત્તર, અલ્હાબાદ દક્ષિણ, બારા અને કોરાંવ બેઠકો યાદીનો હિસ્સો છે. વારાણસીમાં પિંડરા, રોહનિયા, વારાણસી ઉત્તર અને વારાણસી કેન્ટ પર દાવો કરાયો છે. આ ઉપરાંત સુલ્તાનપુર, લંભુઆ, કટેહરી, બલહા, નાનપારા, મહસી, ઉતરૌલા, બલરામપુર, ગૌરા, શોહરતગઢ, હર્રૈયા, મહાદેવા, ખલીલાબાદ, ફરેંદા, નૌતનવા, મહારાજગંજ, પનિયરા, ગોરખપુર ગ્રામીણ, બાંસગાંવ, ચિલ્લૂપાર, ખડ્ડા, ફાઝિલનગર, રુદ્રપુર, દેવરિયા, પથરદેવા, રામપુર કારખાના, સલેમપુર, બરહજ, નિઝામાબાદ, મધુબન, બેલ્થરા રોડ, બલિયા નગર, બદલાપુર, જૌનપુર, જફરાબાદ, જખનિયાં, જહૂરાબાદ, મુગલસરાય, જ્ઞાનપુર, ઔરાઈ, છાનબે, મઝવાં, મડિહાન અને રોબર્ટ્સગંજ બેઠકોને પણ કોંગ્રેસે પોતાની સંભવિત યાદીમાં સ્થાન આપ્યું છે.

  • 17 નવેમ્બરથી ઈન્ડિ ગઠબંધનમાં બેઠકોની વહેંચણી પર મંથન

આગામી ચૂંટણીની તૈયારીઓ અને બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવા માટે સોમવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. યુપી કોંગ્રેસના પ્રભારી રાજિંદર પાલ ગૌતમે જણાવ્યું હતું કે કોંગ્રેસે સપાને અંદાજે 180 થી 200 બેઠકોની યાદી સોંપી દીધી છે અને 17 નવેમ્બરથી બંને પક્ષો વચ્ચે ઔપચારિક વાતચીતનો દોર શરૂ થશે. આ માટે બંને પક્ષોની વિશેષ કમિટીઓ બનાવવામાં આવી રહી છે, જે દરેક બેઠકના સમીકરણો અને તર્ક પર મંથન કરીને પોતાનો રિપોર્ટ શીર્ષ નેતૃત્વને સોંપશે. ગૌતમે સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસ ગઠબંધનમાં સન્માનજનક હિસ્સો ઈચ્છે છે, પરંતુ બંને પક્ષોનો મુખ્ય ઉદ્દેશ્ય ભાજપને સત્તામાંથી બહાર કરવાનો હોવાથી બેઠકોની સંખ્યા કરતાં જીતી શકે તેવા મજબૂત ઉમેદવારો ઉતારવા પર વધુ ભાર મૂકવામાં આવશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img