Homeગુજરાતીદેશ-વિદેશબદરીનાથ હાઈવે પર ભયાનક દુર્ઘટના! ખીણમાં ખાબકી બસ, 8નાં મોત

બદરીનાથ હાઈવે પર ભયાનક દુર્ઘટના! ખીણમાં ખાબકી બસ, 8નાં મોત

ઋષિકેશ, 17 નવેમ્બર 2026: ઋષિકેશમાં મંગળવારે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. હરિદ્વારથી જોશીમઠ જઈ રહેલી ‘વિશ્વનાથ સેવા’ બસ બદ્રીનાથ હાઈવે પર અકસ્માતનો ભોગ બની હતી.

આ અકસ્માતમાં આઠ લોકોનાં મોત થયાં, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા. મુનિકિરેતીના સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) જણાવ્યું કે, ગુલાર નજીક બસ રેલિંગ તોડીને 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.

32 બેઠકો ધરાવતી એક બસમાં 30 મુસાફરો સવાર હતા; જેમાંથી 6 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. અન્ય મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા. બાદમાં વધુ બે વ્યક્તિઓના મૃત્યુ થયા. હાલમાં, 13 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

વધુ વાંચો: વડનગરમાં વિશ્વશાંતિ મહાયજ્ઞમાં જગદગુરૂ શંકરાચાર્યજીના સાનિધ્યમાં CMએ પૂજા-અર્ચના કરી

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img