ઓટાવા, 21 નવેમ્બર 2026: કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરે (Surrey) શહેરમાં વોલમાર્ટ સ્ટોરની બહાર થયેલા ગોળીબારમાં ભારતીય મૂળના બે વ્યક્તિઓના મોત થયા છે. આ એક લક્ષિત ઘટના હોવાનું માનવામાં આવે છે, જેનો સંબંધ સંગઠિત ગુનાખોરી સાથે હોઈ શકે છે.
ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમ (IHIT) એ જણાવ્યું હતું કે 15 નવેમ્બરની રાત્રે વોલમાર્ટ સ્ટોરની બહાર થયેલા ગોળીબારમાં 23 વર્ષીય ગગનપ્રીત રેહાલ અને 24 વર્ષીય સુખજીત કૌરના જીવ ગયા હતા.
બંને ડેલ્ટા વિસ્તારમાં રહેતા હતા. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રેહાલનું નામ અગાઉ હથિયારો સંબંધિત ગુનાઓના સંદર્ભમાં પોલીસ રેકોર્ડમાં આવી ચૂક્યું હતું, જ્યારે કેનેડામાં કૌરના સંપર્કો ખૂબ જ મર્યાદિત હતા.
પોલીસને શંકા છે કે રાત્રે 10:51 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) નજીકમાં વાહનમાં લાગેલી આગનો સંબંધ આ ગોળીબારની ઘટના સાથે છે. એવું માનવામાં આવે છે કે આ એ જ વાહન છે જેનો ઉપયોગ શંકાસ્પદ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
બુધવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં, IHIT એ જણાવ્યું હતું કે તેઓ માને છે કે આ ગોળીબાર કોઈ ચોક્કસ વ્યક્તિને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો અને તેનો સંબંધ સંગઠિત ગુનાખોરી સાથે છે.
વધુ વાંચો: અમદાવાદમાં દિલજીતના કોન્સર્ટ પહેલાં મોટો વિવાદ! ‘પટિયાલા પેગ’ સહિત અનેક ગીતો પર પ્રતિબંધની માંગ








