થાણે, 26 નવેમ્બર 2026: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવેલા પાવરલૂમ નગર ભિવંડીમાં એક બંધ ગટરની સફાઈ કરતી વખતે ગૂંગળામણને કારણે બે મજૂરોના મોત થયા હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું.
ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (BNMC) ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા સાકિબ ખારબેએ PTI ને જણાવ્યું હતું કે, આ ઘટના બપોરના સુમારે BNMC કમિશનરના બંગલા નજીક બની હતી.
સફાઈ કરતી વખતે ગૂંગળામણ થઈ
ખારબેના જણાવ્યા અનુસાર, આ બે કામદારો એક ખાનગી ટુકડીનો ભાગ હતા, જેને ગટરમાં આવેલો અવરોધ દૂર કરવા માટે કામે લગાડવામાં આવી હતી. ગટરની અંદર કામ કરતી વખતે, બંને વ્યક્તિઓ ગૂંગળાઈ ગયા અને બહાર નીકળી શક્યા નહીં.
ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા
તેમની સાથે કામ કરતા અન્ય લોકોએ જ્યારે જોયું કે તે બંને બહાર આવ્યા નથી, ત્યારે તેમણે તરત જ હોબાળો મચાવી દીધો. સ્થાનિક અગ્નિશમન વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, બેભાન કામદારોને ગટરમાંથી બહાર કાઢ્યા અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. મૃતકોની હજુ સુધી ઓળખ થઈ નથી. પોલીસે અકસ્માતે મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
વધુ વાંચો: બેંગકોકના ઓઇલ ડેપોમાં ભીષણ ધડાકા બાદ આગનો તાંડવ! સુરક્ષાને ધ્યાનમાં રાખી આખો વિસ્તાર કરાયો ખાલી








