HomeDharma-ધર્મરાજપુર ખાતે બીજા દિવસે ભાગવત કથામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા

રાજપુર ખાતે બીજા દિવસે ભાગવત કથામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા

  • રહો સંસારમાં પણ તમારા માં વૈરાગ્ય હોવો જોઈએ જ્યાં શાંતિ ત્યાં સુખ છે:પૂજ્ય ભાઈશ્રી
  • ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી સ્વરૂપજી ઠાકોર એ ઉપસ્થિત રહી કથાનું રસપાન કર્યું

થરા, 28 નવેમ્બર 2026: ઓગડ તાલુકાના રાજપુર ગામે ગોવર્ધન ગ્રીન્સ ખાતે શ્રી વિરમભાઈ હેમરાજભાઈ આલ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સાત દિવસીય શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનો શુક્રવારથી ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે. આ ધાર્મિક મહોત્સવમાં બીજા દિવસે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે કથા દરમ્યાન પૂજ્ય રમેશભાઈ ઓઝા એ જણાવ્યું હતું કે શિવ નામ એ શિવ ભક્તના માટે ગંગા છે ,ભગવાન શિવ સર્વ વિધાઓના આધિપતિ છે તેમણે વધુમાં જણાવ્યું કે જ્યાં શાંતિ ત્યાં સુખ છે અને શાંતિ ત્યારે છે મન શુદ્ધ હોય અને તેમાં પવિત્રતા હોય ,તમારા મનમાં વૈરાગ્ય હોવો જોઈએ.

વડાપ્રધાન ના બેટી બચાવો બેટી પઢાઓ ની વાતની સરાહના કરી દીકરીને શિક્ષણ આપવા સંદેશ કર્યો છે. કથામાં વ્યાસ ઉપરથી પૂજ્ય રમેશભાઈ ઓઝા એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કન્યા કેળવણી વિષયની સરાહના કરી ને જણાવ્યું હતુ કે, પરિણામે અત્યારે દીકરા કરતા દીકરીઓ ખૂબ ભણી રહી છે અત્યારે ભારત દેશ ખૂબ આગળ વધી રહ્યો છે સબકા સાથ સબકા વિકાસ પણ અહીંથી જ શરૂ થાય છે.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી,ગુજરાત સરકાર ના મંત્રી સ્વરૂપજી ઠાકોર, વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ ડો નરેશ ઠાકોર ,બનાસ બેંક ના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ,ગોવાભાઈ રબારી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કથાનું રસપાન કર્યું હતું

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img