
દક્ષિણ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય, માછીમારોને કરાયા એલર્ટ
અમદાવાદઃ ગુજરાતમાં હાલ કાંતિલ ઠંડી પડી રહી છે અને આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની શકયતા છે. દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. જેથી માછીમારોને દક્ષિણ અરબી સમુદ્રમાં ન જવા સૂચના આપી દેવામાં આવી છે. તેમજ આગામી 28 અને 29 ડિસેમ્બરે ગુજરાતમાં કાતિલ ઠંડી વધશે
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 25 ડિસેમ્બર બાદ ઠંડી વધવાની સંભાવવાના સેવવામાં આવી છે. આગામી 24 કલાકમાં નલિયામાં શીતલહેર રહેશે. રાજ્યભરમાં 28 અને 29 ડિસેમ્બરે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોરદાર રહેવાની સંભાવના છે. તેમજ 13 શહેરોમાં તાપમાન 13 ડિગ્રીથી નીચે જશે. ઠંડીનો પારો નલિયા, ડીસા, સુરેન્દ્રનગરમાં નીચે ઉતરી શકે છે. રાજ્યના તાપમાનમાં આગામી બે દિવસ સુધી કોઈ ફેરફાર નહીં થાય. પરંતુ ત્યારબાદ 25 ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થવાની આગાહી છે.