Homeગુજરાતીભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે, ભાજપના હોદ્દેદારો સાથે કરી બેઠક

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે, ભાજપના હોદ્દેદારો સાથે કરી બેઠક

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. તેમણે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત ભાજપના આગેવાનો સાથે પણ ચર્ચા કરી હતી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાં બાદ જે.પી.નડ્ડા આજે પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે.પી.નડ્ડીથી સાથે ભાજપના રાષ્ટ્રીય મહામાંત્રી બી.એલ.સતીષ પણ ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. એરપોર્ટથી જે.પી.નડ્ડા ભાજપના પ્રદેશ કાર્યાલય ગયા હતા. જ્યાં તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ભાજપના આગેવાનો સાથે બેઠક કરી હતી.

આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સહિતના મુદ્દા ઉપર ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત અન્ય વિવિધ મુદ્દા ઉપર પણ ચર્ચા છઈ હોવાનું જાણવા મળે છે. જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં ભાજપમાં બેઠકનો દોર શરૂ થયો છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img