Site icon Revoi.in

કચ્છમાં વેકરિયાના રણમાં 150 પાણીદાર અશ્વોની 6 કિમીની રેસ યોજાઈ

Social Share

ભૂજઃ  ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ જુદી જુદી સંસ્થાઓ દ્વારા અશ્વદોડ સ્પરિધા યોજાતી હોય છે. જેમાં તાજેતરમાં કચ્છના વેકરિયા રણમાં ભુજ અશ્વ પાલક ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં કુલ 150 માન્યતા પ્રાપ્ત પાણીદાર અશ્વોએ ભાગ લીધો હતો. 6 કિલોમીટર લાંબી અશ્વ દોડમાં અશ્વોએ 80 કિલોમીટરથી વધુની ઝડપે દોડ લગાવી હતી. પ્રથમ નંબરે મહારાષ્ટ્રના હાજી શોએબનો ઘોડો આવ્યો હતો. આ સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર અને રાજસ્થાનથી ઘોડેસવારો પોતાના ઘોડાઓ સાથે ભાગ લેવા ઊમટ્યા હતા. આ સ્પર્ધા માટે 25 દિવસની ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500 જેટલા ઘોડાઓ સાથે તેમના માલિકોએ ભાગ લીધો હતો.

કચ્છના વેકરિયા રણમાં ભુજ અશ્વ પાલક ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં કુલ 150 માન્યતા પ્રાપ્ત પાણીદાર અશ્વોએ ભાગ લીધો હતો. 6 કિલોમીટર લાંબી અશ્વ દોડમાં અશ્વોએ 80 કિલોમીટરથી વધુની ઝડપે દોડ લગાવી હતી. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવનાર મહારાષ્ટ્રના હાજી શોએબને ઈનામ સ્વરૂપે હીરો કંપનીની નવી બાઈક આપવામાં આવી હતી. બીજા ક્રમાંકે આવનાર વિજેતાને રૂ. 25,000 અને ત્રીજા ક્રમાંકે આવનાર વિજેતાને રૂ. 15,000નું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું.

ભૂજ અશ્વ પાલક  ગ્રુપના સભ્ય અબ્દુલ જતના જણાવ્યા મુજબ, આ આયોજનમાં હિન્દુ, મુસ્લિમ અને શીખ સમાજના લોકોએ સાથે મળીને સહયોગ આપ્યો હતો. દેશમાં માન્યતા પ્રાપ્ત સાત નસલના ઘોડાઓમાં કચ્છી-સિંધી ઘોડાનો પણ સમાવેશ થાય છે. રણોત્સવ માણવા આવેલા હજારો પ્રવાસીઓએ પણ આ અદ્ભુત નજારો નિહાળ્યો હતો. ઘોડાઓની દોડથી જમીનમાં ભૂકંપ જેવો અનુભવ થતો હોવાનું ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું.

Exit mobile version