Site icon Revoi.in

જીરામાં છાંટવાની દવાવાળા ગ્લાસમાં પાણી પીતા 9 વર્ષની બાળકીનું મોત

Social Share

મોરબીઃ તાલુકાના વાઘપુર અને સોખડાની સીમમાં આવેલી એક વાડીમાં રહેતા શ્રમિક પરિવારની 9 વર્ષની દીકરીએ જીરા છાંટવાની દવાવાળા ગ્લાસમાં પાણી પીધા બાદ ઊલટી થવા લાગી હતી. આથી શ્રમિક પરિવાર બાળકીને લઈને મોરબી દોડી આવીને સરકારી હોસ્પિટલમાં દીકરીને દાખલ કરી હતી જ્યા સારવાર દરમિયાન મોત નિપજતા શ્રમિક પરિવારમાં શોક છવાયો હતો.

મોરબી તાલકાના વાઘપુરના સીમ વિસ્તારમાં આવેલી વાડીએ રહેતા અને મજૂરીકામ કરતાં પરિવારની નવ વર્ષની દીકરીએ જીરામાં છાંટવાની દવાવાળા ગ્લાસમાં પાણી પી લેતાં ઝેરી અસર તઈ હતી. અને સતત ઊલટીઓ થવા લાગતા તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. 9 વર્ષની માસૂમના મોતથી પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  મોરબી તાલુકાના વાઘપર અને સોખડા ગામની સીમમાં મહેન્દ્રભાઈ જીવાભાઇની વાડીએ રહેતા અને મજૂરીકામ કરતા સવાભાઈ પરમારની નવ વર્ષની દીકરી સેજલબેન અન્ય બાળકો સાથે વાડીએ રમી રહી હતી. ઘરે કોઇ ન હતું, ત્યારે બાળકીએ ભૂલથી જીરામાં છાંટવાની ઝેરી દવાવાળા ગ્લાસમાં પાણી પી લેતાં તેને અચાનક ઉલટીઓ થવા લાગી હતી. જેથી પરિવારને જાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન 9 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું. જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ એ.પી.જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

Exit mobile version