Site icon Revoi.in

વડોદરાના અટલ બ્રિજ પર પૂર ઝડપે કાર પલટી મારીને અન્ય કાર સાથે અથડાઈ

Social Share

વડોદરા, 8 મે 2026: A car overturned at full speed and collided with another car શહેરના અટલ બ્રિજ પર ગેંડા સર્કલથી ગોત્રી તરફ પૂરપાટ ઝડપે જતી કાર બ્રિજની દીવાલ સાથે અથડાયા બાદ અન્ય કારને ટક્કર મારીને પલટી ખાધી હતી. જોકે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ અકસ્માતને લીધે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતનો બનાવ અટલ બ્રિજ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. સીસીટીવીમાં દેખાય છે કે, એક કાર બ્રિજની દીવાલ સાથે અથડાઈને બીજી કાર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ આગળ જઈને બીજી કાર પલટી ખાઈ ગઈ હતી.

વડોદરા શહેરમાં ઓવરસ્પિડમાં દોડતા વાહનોને કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના અટલ બ્રિજ પર ગેંડા સર્કલથી ગોત્રી તરફ પૂરપાટ ઝડપે જતી કાર બ્રિજની દીવાલ સાથે અથડાયા બાદ અન્ય કારને ટક્કર મારીને પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતા ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળવાની સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કાર ચાલક યુવક મિતુલભાઈએ જણાવ્યું હતું કે, અમે ગેંડા સર્કલ બાજુથી આવતા હતા. અમારી આગળ જે ગાડી જઈ રહી હતી, તેનું અચાનક સંતુલન બગડ્યું અને તેણે અમારી ગાડીને પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે અમારી ગાડી પલટી ખાઈ ગઈ. સાઈડમાંથી અમારી કારને ટક્કર વાગી હતી. આગળ જઈ રહેલી ગાડી પહેલા ડિવાઈડર સાથે અથડાઈ અને ત્યારબાદ તે અમારી ગાડી સાથે અથડાઈ હતી. અમારી ગાડીને ઘણું બધું નુકસાન થયું છે. અમે ગેંડા સર્કલથી ગોત્રી જઈ રહ્યા હતા. અમે પોલીસને આ બાબતે જાણ કરી દીધી છે.

Exit mobile version