1. Home
  2. ગુજરાતી
  3. પૂર્ણ બહુમતી તો મળી ગઇ છે, હવે આગળ 400 પારની લડાઇ છેઃ અમિત શાહ
પૂર્ણ બહુમતી તો મળી ગઇ છે, હવે આગળ 400 પારની લડાઇ છેઃ અમિત શાહ

પૂર્ણ બહુમતી તો મળી ગઇ છે, હવે આગળ 400 પારની લડાઇ છેઃ અમિત શાહ

0
Social Share

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચાર તબક્કાની ચૂંટણી બાદ લોકસભામાં પૂર્ણ બહુમતી મળી ગઈ છે. “લોકસભા ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, 380 બેઠકો પર મતદાન થયું છે જેમાંથી ભાજપને 280 બેઠકો મળી ગઈ છે અને હવે આગળ 400 પારની લડાઈ છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં લોકસભાની 42 બેઠકો છે અને અમિત શાહે લોકોને 30થી વધારે બેઠકો ભાજપને આપવાની અપીલ કરી હતી.

શરણાર્થી ભાઈઓને ભારતના નાગરિક બનતાં કોઈ નહીં રોકી શકે

શાહે કહ્યું કે દુનિયાની કોઈ શક્તિ મારા શરણાર્થી ભાઈઓને ભારતના નાગરિક બનવાથી રોકી નહીં શકે. આ મોદીજીનું વચન છે. મમતા બેનર્જીએ યાદ રાખવું જોઈએ કે નાગરિકતા કેન્દ્ર સરકારની વિશિષ્ટ સત્તા હેઠળ આવે છે, રાજ્ય સરકારોની સત્તા હેઠળ નહીં. તેમણે કહ્યું કે મમતા બેનર્જી જૂઠું બોલી રહ્યા છે કે જે પણ CAA હેઠળ નાગરિકતા માટે અરજી કરશે તેને સમસ્યાઓનો સામનો કરવો પડશે. હું મતુઆ સમુદાયના લોકોને ખાતરી આપવા આવ્યો છું કે કોઈને કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. તમને નાગરિકતા મળશે અને દેશમાં સન્માન સાથે જીવી શકશો.

4 તબક્કાનું મતદાન પૂર્ણ

કુલ સાત તબક્કામાંથી અત્યાર સુધી 4 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. 4 તબક્કામાં 380 બેઠકો સામેલ છે, હવે ફક્ત 3 તબક્કા બાકી રહ્યાં છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code