Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં ડાર્ક ફિલ્મવાળા વાહનચાલકો પાસેથી રૂપિયા 3.63 લાખનો દંડ વસુલાયો

Social Share

સુરેન્દ્રનગરઃ શહેર અને જિલ્લામાં નંબર પ્લેટ વિનાના અને બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. 15 દિવસ સુધી વિવિધ વાહનોના ચેકિંગ દરમિયાન કાળા કાચાવાળી 574 ફોરવ્હીલ ગાડીઓના ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ નંબર પ્લેટ ન હોય એવા 152 વાહનચાલકોને રૂ. 500 લેખે કુલ રૂ. 76,000 દંડ કરાયો હતો. ટ્રાફિક પોલીસની ઝૂંબેશ દરમિયાન નંબર પ્લેટ તૂટી ગઇ છે નવી લગાવી દઇશુ, કારમાં પહેલેથી કાળા કાચ હતા વગેરે જેવા બહાના પણ ચાલકોએ કાઢ્યા હતા પણ ટ્રાફિક પોલીસે કોઈનેય શેહ શરમ રાખ્યા વિના મક્કમતાથી દંડ વસૂલ્યો હતો.

જિલ્લા ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વગર ફરતા વાહનો અને કારમાં ડાર્ક ફિલ્મ હોય તેવા લોકોને પકડવા માટેની ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લામાં નંબર પ્લેટ વગરના અને ડાર્ક ફિલ્મવાળા 726 વાહનચાલકોને રૂ. 3.63 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર, વઢવાણ શહેરી વિસ્તારના માર્ગો પર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન અને સૂચના મુજબ જિલ્લા ટ્રાફિક શાખા પીએસઆઈ એલ.બી.બગડા અને ટ્રાફિક ટીમ તેમજ તાલુકા મથકોના પોલીસ સ્ટેશનોની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતું. જેમાં નંબર પ્લેટ તૂટી ગઇ છે નવી લગાવી દઇશુ, બીજાનું વાહન છે, કારમાં પહેલેથી કાળા કાચ હતા વગેરે જેવા બહાના પણ ચાલકોએ કાઢ્યા હતા. તેમ છતા કાર્યવાહી દરમિયાન નંબર પ્લેટ વગરના 152 ચાલકોને રૂ. 500 લેખે કુલ રૂ. 76,000 દંડ કરાયો હતો. આ ઉપરાંત કાળા કાચાવાળી 574 ફોરવ્હીલ ગાડીઓના ચાલકો ઝપટે ચડી ગયા હતા. જેઓને પણ રૂ. 500 લેખે કુલ રૂ. 2,87,000 સહિત 15 દિવસમાં કુલ રૂ. 3,63,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Exit mobile version