Site icon Revoi.in

અમદાવાદના નારોલની ફેબ્રિકની ફેકટરીમાં લાગી આગ

Social Share

અમદાવાદઃ શહેરના  નારોલ વિસ્તારમાં આવેલાં મહાલક્ષ્મી ફેબ્રિક કોટન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આગ લાગતા આ અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયરનો કાફલો 8 જેટલાં બંબા સાથે દોડી આવ્યો હતો. આગ વધુ વિકરાળ હોવાથી 20 જેટલી ફાયરની ગાડી અને 75થી 80 ફાયર ફાઈટરના જવાનોને બોલાવવામાં આવ્યા હતાં. ત્રણેક કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. હાલ કુલિંગ પ્રોસેસ ચાલુ છે. આગ લાગવાના કારણે ધુમાડા દૂર-દૂર સુધી દેખાયા હતા. આગેને લીધે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. આગને લીધે કોઈ જાનહાની થઈ નથી.

આ બનાવની વિગત એવી જાણવા ણલી છે કે, શહેરના ઇસનપુર વિસ્તારમાં નારોલ બ્રિજ પાસે ભીષણ આગ લાગી હતી. નારોલ બ્રિજ પાસે મહાલક્ષ્મી ફેબ્રિક એસ્ટેટમાં આગ લાગી હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડની આઠ ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.  ફેબ્રિકેશન કરતા સમયે તણખા ઉડતા આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ વધુ વિકરાળ હોવાથી 20 જેટલી ફાયરની ગાડી અને 75થી 80 ફાયર ફાઈટરના જવાનોને બોલાવવામાં આવ્યા હતાં. ત્રણેક કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. હાલ કુલિંગ પ્રોસેસ ચાલુ છે. આગ લાગવાના કારણે ધુમાડા દૂર-દૂર સુધી દેખાયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ  શહેરના નારોલ બ્રિજ પાસે આવેલા એચપી પેટ્રોલ પંપ નજીક ફેક્ટરીઓ આવેલી છે. જેમાં મહાલક્ષ્મી ફેબ્રિક કોટન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આગનો કોલ મળતા મણીનગર અને જમાલપુર ફાયર સ્ટેશનની કુલ 8 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ત્યારબાદ આગએ વિકરાળરૂપ ધારણ કરતા વધુ 20 ગાડી રવાના કરવામાં આવી હતી. મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી છે.  આગ લાગવાના કારણે ધુમાડાઓ આકાશમાં દૂર દૂર સુધી દેખાતા સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરી હતી.

 

Exit mobile version