
અમદાવાદના સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, 150 લોકો એકસાથે ભોજનાનો સ્વાદ માણી શકશે
અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટનો સારોએવો વિકાસ થયો છે. બહારગામથી શહેરની મુલાકાતે આવનારા રિવરફ્રન્ટની અવશ્ય મુલાકાત લેતા હોય છે. પ્રવાસીઓ માટે અટલબ્રિજ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હવે સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાંની સુવિધા બે મહિનામાં શહેરીજનોને પ્રાપ્ત થશે. એક સાથે 150 લોકો નોસ્તો કે ભોજન એક સાથે લઈ શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે,
અમદાવાદની સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ઉતારવા માટે છેલ્લા બે દિવસથી મથામણ ચાલી રહી હતી. ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રેનની મદદથી સાબરમતી નદીમાં ઉતારવામાં આવી છે. હજુ ક્રૂઝમાં ફર્નિચરનું કામ બાકી હોવાથી દોઢ મહિના પછી શરૂ થશે. ફ્લોટિંગ રેસ્ટોરામાં 150 લોકોની ક્ષમતા છે. આ ક્રૂઝ સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ વચ્ચે ચલાવવામાં આવશે. ક્રૂઝમાં અમદાવાદના હેરિટેજની તેમજ વિકાસ અંગેની માહિતી આપવામાં આવશે. 30×10 મીટરના આ વેસેલ પ્રકારના લકઝરી ક્રૂઝ બર્થ-ડે પાર્ટી, ડાન્સ પાર્ટી માટે પણ બુક કરાવી શકશે. તેમજ નદીમાં ક્રૂઝની મજા માણી શકાશે. સાબરમતી નદીમાં વિશાળ ક્રૂઝને ઉતારવામાં આવ્યું છે.
સૂત્રોના કહેવા મુજબ સાબરમતી નદીમાં સેવારત બનનારા વિશાળ ક્રૂઝમાં ભોજન અને મ્યૂઝિકની મજા પણ માણી શકાશે. હવે ગોવાની જગ્યાએ અમદાવાદમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા પણ માણી શકાશે. સરદાર બ્રિજથી ગાંધીબ્રિજ સુધી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ તરીકે ઓળખાશે. આ વિશાળકાળ ક્રૂઝમાં 150 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા હશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વલસાડના ઉમરગામથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝ લવાયું હતું. વાસણા બેરેજ નજીક ક્રુઝનું એસેમ્બલિંગ પૂર્ણ કરાયું છે. સાબરમતીમાં ક્રુઝ ઉતારી દેવાયા બાદ બાકી રહેલું ઇન્ટીરિયરનું કામ હવે પૂર્ણ કરાશે. આ ક્રૂઝને ક્રેઇનની મદદથી રિવરફ્રન્ટમાં ઉતારવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સફળતા મળી નહતી. ત્યારબાદ ફરી એકવાર વિશાળ ક્રેઇનની મદદથી ક્રૂઝને સાબરમતી રિવરફ્રન્ટમાં ઉતારવામાં સફળતા મળી છે. એસેમ્બલિંગ પૂર્ણ થયા બાદ હવે ક્રૂઝને સાબરમતી નદીમાં ઉતારી દેવાયુ છે. જ્યાં હવે બાકી રહેલું ઈન્ટિરિયરનું કામ પૂર્ણ કરાશે. આ ક્રૂઝમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની સાથે સાથે મ્યુઝિકલ ફ્લોટિંગની પણ મજા માણી શકાશે.