
અયોધ્યાના રેલ્વે સ્ટેન પર જોવા મળશે રામમંદિરની ઝલક – સ્ટેશનનું નિર્માણ મંદિરની ડિઝાઈન પ્રમાણે થશે
- અયોધ્યાનું રેલ્વે સ્ટેશન રામમંદિરના કર્જ પર બનશે
- રામ મંદિરની ઝલક મળશે જોવા
- નવીનતમથી રેલ્વેનું નિર્માણ થી રહ્યું છે
લખનૌઃ- વિશ્વભરમાં રામ મંદિરને લઈને ભક્તો ઉત્સાહિત છે, અયોધ્યામાં બની રહેલું રામ મંદિર લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે, જેને લઈને ઘણી તૈયારીઓ ચાલી રહી છે,ત્યારે હવે અયોધ્યામાં નિર્માણ પામ્તું રેલ્વે સ્ટેશન પણ રામ મંદિરની તર્જ પર બની રહ્યું છે
રાજ્યનામુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનાવવા માટે અથાગ પ્રયત્નો હાથ ઘર્યા છે અને અયોધ્યા શહેરનો ઝડપથી વિકાસ થયેલો પણ આપણે જોઈ રહ્યા છે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિર સુધી પહોંચવામાં ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અહીં રેલવે સ્ટેશનનું પણ નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.
આ સાથે જ અયોધ્યા રેલવે સ્ટેશનને ભવિષ્યમાં આવનારા યાત્રિઓને ધ્યાનમાં રાખીને વધુ વિશાળ કરવામાં આવી રહ્યું છે. જેથી અહીં વધુ ટ્રેનોનું આગમન શક્ય બનાવી શકાય, આથી વિષેશ કે અહી એક કોરિડોર પણ બનાવવામાં આવી રહ્યો છે, જે રેલ્વે સ્ટેશનને સીધો રામજન્મભૂમિ સાથે જોડશે અને ભક્તો સરળતાથી મંદિર સુધી પહોંચી શકશે.
ઉલ્લેખનીય છે કે અયોધ્યા રેલવે સ્ટેશનનું નિર્માણ કાર્ય હાલમાં તેજ ગતિએ ચાલી રહ્યું છે અને તેને મંદિર જેવો આકાર આપવામાં આવી રહ્યો છે. રેલવે સ્ટેશન પર ભગવાન રામની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. રેલ્વે સ્ટેશન જોઈને યાત્રીઓને સ્ટેશન પર જ મંદિરમાં આવ્યા હોવાની અનુભુતિ ચોક્કસ પણ થશે
આ સાથે જ અયોધ્યાના એરપોર્ટ પર ઉપલબ્ધ રેલવે સ્ટેશન પર તે તમામ સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ અહીં પણ કોરિડોર બનાવવામાં આવશે. જે રેલવે સ્ટેશનને સીધા મંદિર સાથે જોડશે.