1. Home
  2. Agency
  3. News
  4. ઘરની નોકરાણીએ માલિકને ત્યાં EDની નકલી રેડ પડાવી! પછી શું થયું, જાણો
ઘરની નોકરાણીએ માલિકને ત્યાં EDની નકલી રેડ પડાવી! પછી શું થયું, જાણો

ઘરની નોકરાણીએ માલિકને ત્યાં EDની નકલી રેડ પડાવી! પછી શું થયું, જાણો

0
Social Share

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી, 2026: fake ED raid રાજધાની દિલ્હીના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં વર્ષોથી ઘરમાં કામ કરતી નોકરાણીએ પોતાના માલિકના ઘરે EDની નકલી રેડ પડાવી દીધી. જોકે, દિલ્હી પોલીસે નોકરાણી અને તેના સાથીઓની ધરપકડ કરી લીધી છે. તેમની પાસેથી પોલીસનો ગણવેશ, ઘરનો કિંમતી સામાન અને હથિયારો મળી આવ્યા છે. જાણકારી મુજબ, નોકરાણીએ પૂરી યોજના સાથે પોતાના પરિચિતોને આ કાવતરામાં સામેલ કર્યા હતા. તેણે ઘરની તમામ વિગતો સાથીઓને આપી અને ‘સ્પેશિયલ 26’ જેવો પ્લાન તૈયાર કર્યો હતો.

ED અધિકારીઓ બનીને ટીમ રેડ પાડવા પહોંચી

કાવતરા મુજબ EDના અધિકારીઓ બનીને ટીમ તે ઘરે દરોડા પાડવા પહોંચી ગઈ. ઘરમાં હાજર લોકો સહેજ પણ પારખી શક્યા નહીં કે રેડ પાડનારા નકલી ઓફિસર છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 11 ફેબ્રુઆરીના રોજ પોલીસનો ગણવેશ પહેરેલા ત્રણ વ્યક્તિઓએ ED ઓફિસર બનીને ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં 86 વર્ષના નિવૃત્ત આર્કિટેક્ટ આર.સી. સભરવાલના ઘરમાં બળજબરીથી પ્રવેશ કર્યો હતો. ટીમે પરિવારને ધમકાવ્યો, મોબાઈલ ફોન છીનવી લીધા અને તલાશીનું નાટક કર્યું. પીડિતના પૌત્રએ જ્યારે સવાલો કર્યા ત્યારે શંકાસ્પદો અંદાજે 3-4 લાખ રૂપિયા રોકડા અને 7 મોંઘી ઘડિયાળો લઈને ફરાર થઈ ગયા.

પોલીસે કેવી રીતે પકડ્યા?

પોલીસે કેસ ઉકેલવા માટે 350 થી વધુ CCTV કેમેરા તપાસ્યા હતા. તેમાં રહેણાંક વિસ્તારના ખાનગી કેમેરા, દિલ્હી પોલીસના સર્વેલન્સ કેમેરા અને હાઈ-સ્પીડ ટ્રાફિક કેમેરાના ફૂટેજનો સમાવેશ થાય છે. ફૂટેજના આધારે ક્રાઈમ સ્પોટથી શંકાસ્પદોની ગતિવિધિઓનો પત્તો લગાવ્યો. તેમાં શંકાસ્પદોની કાર સરાય કાલે ખાન વિસ્તારમાંથી પસાર થતી અને ગાઝીપુર બોર્ડર પાર કરીને ઉત્તર પ્રદેશમાં પ્રવેશતી જોવા મળી હતી. આ કડી પોલીસને ગાઝિયાબાદના વૈશાલી સેક્ટર 4 સુધી લઈ ગઈ, જ્યાં કાર ઉભેલી મળી હતી.

પૂરી ફિલ્મી યોજના

‘સ્પેશિયલ 26’ ફિલ્મની વાર્તા તો તમને યાદ જ હશે, જેમાં અક્ષય કુમારની સાથે નકલી CBI અને ઈન્કમ ટેક્સ ઓફિસર બનીને ટીમ રેડ પાડતી હતી. થોડા દિવસો પહેલા ગુજરાતમાં પણ આવી જ નકલી ED રેડ થઈ હતી. ત્યાં 12 લોકોની ટીમે એક મોટા સોનીના વેપારીના ઘરે રેડ પાડી હતી અને કરોડોનું સોનું-ચાંદી તેમજ રોકડ લઈને ફરાર થઈ ગયા હતા.

દિલ્હીના આ રેકેટનો માસ્ટરમાઈન્ડ રેવન્યુ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો એક ટ્રાન્સલેટર હતો, જે પોતે ED ના મુખ્ય અધિકારી તરીકે ટીમનું નેતૃત્વ કરતો હતો. તે ફટાફટ અંગ્રેજી બોલીને અને ધાક જમાવીને અચાનક રેડ પાડવા પહોંચી જતો અને તરત જ મોબાઈલ અને ઈન્ટરનેટ જેવી વસ્તુઓ પર કબજો જમાવી લેતો હતો.

આટલી મોટી રકમ કાઢવા માટે વેપારીએ બેંક જવાની વાત કરી હતી. નકલી ED ઓફિસરની ટીમ વેપારી સાથે હૌઝ ખાસની બેંકમાં ગઈ હતી. પરંતુ વેપારીએ ચાલાકીથી પોતાના મેનેજર અને વકીલને મેસેજ મોકલ્યો, જેમણે જણાવ્યું કે આ મામલો નકલી હોઈ શકે છે. નકલી ED ઓફિસરોને જ્યારે ભાન થયું કે તેમની પોલ ખૂલી ગઈ છે, ત્યારે તેઓ ભાગી છૂટ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code