Homeગુજરાતીતહેવારોની મોસમ આવે તે પહેલા જ ખાદ્ય તેલના ભાવમાં તોતિંગ વધારાનો ડામ

તહેવારોની મોસમ આવે તે પહેલા જ ખાદ્ય તેલના ભાવમાં તોતિંગ વધારાનો ડામ

રાજકોટ : રાજ્યમાં પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવ વધારા બાદ હવે ખાદ્યતેલના ભાવ પણ ઉંચકાયા છે. વધતા જતા ભાવને લીધે ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. અષાઢ મહિનાની શરૂઆત થતા જ હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આવા ટાંણે લોકોના બજેટ પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવવધારો અને બીજી તરફ હવે ખાદ્યતેલના ભાવ પણ  આસામાને જઈ રહ્યો છે.

રાજ્યમાં શ્રાવણ મહિનો એ તહેવારોની મોસમ ગણાય છે. તહેવારો પહેલા ગૃહિણી માટે માઠા સમાચાર આવ્યા છે. સિંગતેલ અને કપાસિયા, પામોલિન તેલમાં ફરી ભાવ વધારો થયો છે. 6 દિવસમાં 25 થી 40 રૂપિયા સુધીનો ભાવ વધારો થયો છે. તો સિંગતેલનો ડબ્બો 2465 રૂપિયા હતો, તે વધીને 2490 રૂપિયા થયો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2400 રૂપિયા હતો, તે વધીને 2440 રૂપિયા થયો છે. તેમજ પામોલીન તેલનો ડબ્બો 1965 રૂપિયાનો હતો, તે વધીને 2010 રૂપિયા પર પહોંચી ગયો છે.

મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઈ હતી. મે મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ખાદ્યતેલમા વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો થયો હતો. કપાસિયા તેલના ભાવ 30 રૂપિયા ઘટ્યા હતા. સિંગતેલ ડબ્બો 2500થી 2550 થયો હતો. જેના બાદ સતત ભાવ ઘટ્યા હતા. આ પાછળ ચીનની માંગ કારણભૂત છે. સીંગતેલમાં છેલ્લા કેટલાક સમયથી ચાઈના સાથેના વેપાર બંધ હતા.બીજી તરફ ઈમ્પોર્ટ તેલના ભાવ કાબુમાં આવ્યા હતા.તેની સાથે સાથે સીંગતેલના ભાવમાં ધટાડો જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments