1. Home
  2. ગુજરાતી
  3. એક વ્યક્તિએ શ્વાન પર હુમલો કરી દાંત વડે બચકા ભર્યા, જાણો ક્યાંનો છે આ મામલો
એક વ્યક્તિએ શ્વાન પર હુમલો કરી દાંત વડે બચકા ભર્યા, જાણો ક્યાંનો છે આ મામલો

એક વ્યક્તિએ શ્વાન પર હુમલો કરી દાંત વડે બચકા ભર્યા, જાણો ક્યાંનો છે આ મામલો

0
Social Share
  • એક વ્યક્તિએ શ્વાન પર કર્યો હુમલો
  • શ્વાનને દાંત વડે બચકા ભર્યા
  • જાણો ક્યાંનો છે આ મામલો

શ્વાનનો આતંક અને માણસોને કરડવાના સમાચાર તમે ઘણી વાર સાંભળ્યા હશે.પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે,કોઈ વ્યક્તિએ શ્વાન પર હુમલો કરીને તેને ખાઈ લીધું હોય? તમને આ વાત અજીબ લાગશે પણ આ સત્ય છે. આવો જ એક વિચિત્ર કિસ્સો અમેરિકાના કેલિફોર્નિયામાંથી સામે આવ્યો છે.જ્યાં પોલીસ લૂંટારૂને પકડવા પહોંચી ત્યારે આરોપીએ પોલીસ સાથે આવેલા વફાદાર શ્વાનને જ કરડ્યો હતો.આટલું જ નહીં શ્વાનને દાંતથી કરડ્યા બાદ વ્યક્તિએ તેના પર ચાકુ વડે હુમલો પણ કર્યો હતો.જે બાદ શ્વાનને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

નોર્થ કેલિફોર્નિયાએ ફેસબુક પર આ વિચિત્ર ઘટના વિશે માહિતી આપી છે. ફેસબુક પોસ્ટ અનુસાર, એક વૃદ્ધ વ્યક્તિએ ફોન પર સ્થાનિક પોલીસને જાણ કરી કે તેના ઘરે લૂંટ થઈ છે.આના થોડા સમય બાદ એમેઝોનના એક કર્મચારીએ ફોન પર જણાવ્યું કે એક લૂંટારાએ તેને મારી નાખવાની ધમકી આપી છે. આ ઉપરાંત માલસામાન ભરેલી એક ટ્રક પણ છીનવાઈ ગઈ છે.

આ માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચે છે. પરંતુ તે પછી જે થાય તે પોલીસને પણ ખબર નહોતી. ઘટનાસ્થળે પહોંચી પોલીસે વૃદ્ધના ઘર નજીકથી કોઈને દોડતું જોયું. રિપોર્ટ અનુસાર, વ્યક્તિ નશામાં હતો. શરૂઆતમાં પોલીસે તેમના સ્તરેથી તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે તે નિષ્ફળ ગયો, ત્યારે કોટ નામના સ્નિફર ડોગની મદદ લીધી. શ્વાનએ તરત જ આરોપીને પકડી લીધો.પરંતુ નવાઈની વાત એ છે કે,આરોપી પોલીસના હાથે પકડાય તે પહેલા શ્વાનના મોઢાને દાંત વડે કરડવા લાગ્યો.આ સિવાય તેને ડાબી બાજુએ છરી વડે અનેક વાર મારવામાં આવ્યો હતો.જેના કારણે પાળેલા શ્વાનને ગંભીર ઇજા પહોંચી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના સેન ફ્રાન્સિસ્કોથી લગભગ 80 કિલોમીટર દૂર ફેરફિલ્ડ શહેરમાં બની હતી.આરોપી સામે પોલીસના શ્વાન પર જીવલેણ હુમલો કરવા ઉપરાંત લૂંટ અને સરકારી કામમાં અવરોધ કરવાના આરોપો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.આરોપીની ઓળખ જાહેર કરવામાં આવી નથી.પરંતુ તેમની ઉંમર 44 વર્ષ હોવાનું કહેવાય છે.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code