વડોદરા, 11 જાન્યુઆરી 2026: શહેરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર એક પ્રવાસી હેરોઈન લઈને આવી રહ્યાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC) દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન હેરોઈન ડ્રગ્સ સાથે રેલવે સ્ટેશન પર આવ્યો હતો. અને પોલીસને જોઈને યુવાન દીવાલ કૂદીને નાસવા જતા પટકાયો હતો. ત્યારે જ પોલીસે તેને પકડી લીધો હતો. યુવાન પાસેથી 239.940 ગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે 47,98,800 રૂપિયા થાય છે. આ સાથે એક મોબાઈલ ફોન, 3,290 રૂપિયા રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, મોટી માત્રામાં હેરોઈન ડ્રગ્સ સાથે એક શખસ વડોદરા રેલવે સ્ટેશન પર આવી રહ્યો છે, જેને પગલે વડોદરા રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને જોઈને આરોપી અમરીકસિંહ ઉર્ફે સોનુ માલ્હી ભાગ્યો હતો દીવાલ કૂદતા પગમાં પથ્થર વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો, પોલીસે શખસને પકડી લઈને તેની જડતી લેતા તેની પાસેથી 239.940 ગ્રામ હેરોઈન મળી આવ્યુ હતું. આરોપી શખસને પગમાં ઈજા તઈ હોવાથી સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે
આ કેસમાં NDPS અધિનિયમની કલમ 8(C), 22(B) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ ઘટનાને આંતરરાજ્ય ડ્રગ તસ્કરીના નેટવર્ક સાથે જોડીને જોઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે.
મુખ્ય આરોપી, અમરીકસિંહ ઉર્ફે સોનુ સર્વણસિંહ માલ્હી, રહેવાસી A/3, ગુરુનાનક નગર, છાણી જકાત નાકા, વડોદરા શહેર, હાલ SSG હોસ્પિટલ, વડોદરામાં ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર હેઠળ છે. વોન્ટેડ આરોપી: નિશાનસિંગ, રહેવાસી ભટીંડા (પંજાબ), જે મુખ્ય ડ્રગ સપ્લાયર છે

