
યુક્રેનથી પરત ફરેલી પાકિસ્તાની વિદ્યાર્થિનીએ ભારત સરકારના કર્યા વખાણ
ઈસ્લામાબાદ: ઈમરાન ખાનના શાસન માટે મોટી શરમજનક સ્થિતિ ઉભી થઈ છે, યુક્રેનથી પરત ફલેલા પાકિસ્તાનના વિદ્યાર્થિની મીશા અરશદે પાકિસ્તાના પીએમ ઈમરાનખાન સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પાકિસ્તાની વિદ્યાર્થીઓને સહાસલામત બહાર કાઢવા માટે કોઈ કાર્યવાહી નહીં કર્યાનો આક્ષેપ કર્યો હતો.
પાકિસ્તાની વિદ્યાર્થિની મીશાના જણાવ્યા મુજબ, ભારતીય એમબસ્સીએ તેને યુદ્ધગ્રસ્ત દેશમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી અને તેણીને તેની બસમાં ચઢવા અને ટેર્નોપિલ શહેરમાં પહોંચવાની મંજૂરી આપી હતી. મિશા અરશદે દાવો કર્યો હતો કે ભારતીય વિદ્યાર્થીઓથી ભરેલી બસમાં તે એકમાત્ર પાકિસ્તાની હતી.
યુક્રેનની નેશનલ એરોસ્પેસ યુનિવર્સિટીની વિદ્યાર્થિની મીશાએ યુક્રેનમાં પાકિસ્તાની એમબસ્સીની નિંદા કરી અને અધિકારીઓ પર આરોપ લગાવ્યો કે “તેમને બહાર કાઢવામાં મદદ કરવા માટે કંઈ નથી કર્યું.” “અમે પાકિસ્તાનનું ભવિષ્ય છીએ અને આ મુશ્કેલ સમયમાં તેઓએ અમારી સાથે આ રીતે વર્તન કર્યું.”
યુક્રેનમાં તેના ભયાનક અનુભવને વર્ણવતા, પાકિસ્તાની વિદ્યાર્થીએ ડૉન ન્યૂઝપેપરને કહ્યું કે જ્યારે રશિયાએ તેનું લશ્કરી આક્રમણ શરૂ કર્યું, ત્યારે યુનિવર્સિટી વહીવટીતંત્રે એપાર્ટમેન્ટમાં રહેતા વિદ્યાર્થીઓને હોસ્ટેલના બેઝમેન્ટમાં ખસેડ્યા હતા. “નાઇજીરીયા, ચીન, ભારતના લગભગ 120 વિદ્યાર્થીઓ અને કેટલાક સ્થાનિક યુક્રેનિયનો સાથે રહી હતી. અમારા માટે અમારું આશ્રય છોડીને ભાગી જવું સલામત ન હતું કારણ કે આખો દિવસ અને રાત હવાઈ હુમલાઓ ચાલુ રહેતા હતા.