કોટનના રુમાલમાં રાખેલી રોટલી સાંબા સમય સુધી રહે છએ ગરમ અને નરમ, આ રીતે રોટલીને રાખો
- રોટલીને નરમ રાખે છે કોટનનં કપડું
- ગરમ ડબ્બાની સાથે રોટલી ગરમ અને નરમ રહે છે
દરેક ઘરની ગુહિણીઓ ઈચ્છે છે કે તે જલ્દી નવરી પડે ઘર કામ જલ્દીથી પતાવી લે, આ માટે તેઓ સાંજની રોટલી બનાવીને રોટલીના ગરમ ડબ્બામાં રાખઈ દે છે જેથી લાંબા સમય સુધી રોટલી ગરમ રહે, જો કે આ માટે ગરમ ડબ્બાની સાથએ કોટનનું કાપડ એવી વસ્તુ છે કે જે લાંબા સમય સુધી રોટલીને ગરમ રાખવાની સાથે સાથએ નરમ પણ રાખે છે,તો ચાલો જાણીએ કઈ રીતે
સૌ પ્રથમ તમારો જે જમવાનો ટાઈમ હોય તેના એક કલાક પહેલા જો તમે રોટલી બનાવીને રાખો છો તો તમારે એક કોટનનો સફેદ કે જેનો કલર લાગે નહી તેવો કટકો રાખવો, ખાસ કરીને ખાદીકે માજરપટનું ક્પડું લેવું,
હવે જેમ જેમ ગરમા ગરમ રોટલી તવી પરથી ઉતારો એટલે તરત જ તેને આ કોટનના કપડામાં રાખીને કપડાને ચારે બાજૂથી ઢાકતા રહો,
આજ રીતે બધી રોટલીને આ કપડામાં લપટીને રાખો, હવે જ્યારે બધી જ રોટલી થઈ જાય ત્યારે આ કપડાને ચાર બાજૂથી બરાબર પેક કરી 24 કલાક ગરમ રહે તેવા કેશરોલમાં રાખીને ઢાકણ બંધ કરી દો,
હવે જ્યાર એક કલાક પછી તમે આ કેશરોલ ખોલશો તો તેમાં રોટલી તદ્દન ગરમ તો હશે જ સાથે એકદમ નરમ પણ હશે.